Sunday, Sep 14, 2025

PM મોદીએ તિરુપતિ બાલાજી મંદિરમાં કરી પૂજા-અર્ચના, ભગવાન વેંકટેશ્વરના લીધા આશીર્વાદ

1 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે આંધ્ર પ્રદેશના તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા હતા. પીએમ મોદીએ મંદિરમાં પૂજા પણ કરી હતી, વડાપ્રધાન મોદી દક્ષિણ ભારતના પરંપરાગત પોશાક વેષ્ટી અને અંગ વસ્ત્રમ પહેરીને તિરુપતિ બાલાજી મંદિર ગયા હતા. જેની તસવીરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું, ‘૧૪૦ કરોડ ભારતીયોની સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે ભગવાન વેંકટેશ્વરને પ્રાર્થના કરી.

૩૦ નવેમ્બરે તેલંગાણાની ૧૧૯વિધાનસભા બેઠકો પર મતદાન થશે, જેનું પરિણામ 3 ડિસેમ્બરે આવશે. તેલંગાણાથી પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ ચૂક્યુ છે. આ ચારેય રાજ્યોની ચૂંટણીનું પરિણામ ૩ ડિસેમ્બરે આવશે. તેલંગાણામાં આજે પીએમ મોદી સિવાય ગૃહમંત્રી અમિત શાહના પણ ઘણા ચૂંટણી પ્રવાસ છે.

પીએમ મોદીએ મંદિર પરિસરમાં લગભગ ૪૫ મિનિટ વિતાવી હતી. તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમના અધ્યક્ષ કરુણાકર રેડ્ડી અને કાર્યકારી અધિકારી ધર્મા રેડ્ડી પણ તેમની સાથે હાજર હતા. પીએમ મોદીના દર્શનને કારણે લગભગ ૨ કલાક સામાન્ય લોકોના દર્શન બંધ થઈ ગયા હતા. તિરુપતિ બાલાજી મંદિરમાં દરરોજ સરેરાશ ૬૦ થી ૭૦ હજાર ભક્તો આવે છે.

આ પણ વાંચો :-

Share This Article