Friday, Oct 24, 2025

અમદાવાદ DRIએ મુંદ્રા પોર્ટ પરથી દાણચોરીની ૧૬ કરોડની સિગારેટ જપ્ત

2 Min Read

મુંદ્રા પોર્ટ પરથી થોડા સમય પહેલા જ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારે જ અમદાવાદ DRIએ પોર્ટ પરથી રૂપિયા ૧૬ કરોડની દાણચોરીની ઇમ્પોર્ટેડ સિગારેટ ઝડપી લીધી છે. આયાતકારોએ કંબોડિયાથી રેડીમેઇડ કપડાં આયાત કર્યા હોવાનું મિસ ડેકલેરેશન કરીને ૮૦ લાખ સિગારેટ ભરેલુ કન્સાઇનમેન્ટ આયાત કર્યું હતું.

અમદાવાદ DRIની ટીમને બામતી મળી હતી કે મુંદ્રા્ પોર્ટ પર કંબોડિયાતી આયાય કરાયેલા એક કન્ટેનરમાં સિગારેટનો જથ્થો છે. તરત જ અધિકારીઓ મુંદ્રા પોર્ટ પર જઇને તપાસ શરૂ કરી હતી. આયાયતકારે કસ્ટમ ક્લીયરન્સ વખતે રજૂ કરેલા ડોક્યુમેન્ટસમાં કન્ટેનરમાં આયાતી રેડીમેડ કપડાં હોવાનું દર્શાવ્યું હતું.

અધિકારીઓએ કન્ટેનર ચેક કરતાં આગળના બોક્સમાં રેડીમેઇડ કપડાં હતા. જ્યારે પાછળના તમામ બોક્સમાં ગોલ્ડ ફ્લેક સિગારેટ હતી. વિદેશી સિગારેટના બોક્સમાંથી ૮૦.૧ લાખ સિગારેટ મળી આવી હતી. જેની બજાર કિંમત ૧૬ કરોડ રૂપિયા થાય છે.

અધિકારીઓ વધુ તપાસ કરતાં સિગારેટ પર મેઇડ ઇન ઇન્ડીયાના ચિહ્નો હોવાનું જણાયું હતું. જેને પગલે આયાતકાર દ્વારા આવું શા માટે કરવામાં આવ્યુ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા લાંબા સમયથી અમદાવાદમાં સક્રીય થયેલી ચોક્કસ સિન્ડીકેટ દ્વારા વિદેશથી સિગારેટની દાણચોરી કરવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ બે મહિના પહેલાજ DRIએ મુંદ્રા પોર્ટ પરથી ૩૬ લાખ વિલાયતી સિગારેટ ઝડપી લીધી હતી.

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ સોફ્ટ ટાર્ગેટ છે. તેવી જ રીતે સિગારેટની દાણચોરી માટે મુંદ્રા પોર્ટ સોફ્ટ ટાર્ગેટ બની રહ્યું છે. દેશોમાંથી આવતાં કન્ટેનરમાં છુપાવીને વિલાયતી સિગારેટની દાણચોરી કરવામાં આવી રહી છે. મુંદ્રા પોર્ટ પરથી સિગારેટની દાણચોરી વધતાં DRIએ ચોકકસ પોર્ટ પરથી આવતા કન્ટેનર પર વધારે વોચ રાખવાની કવાયત શ કરી દીધી છે.

આ પણ વાંચો :-

ફરી થી પંજાબમાં ખેડૂતોનો આંદોલન શરૂ થયું લડતના મુદ્દા જાણો

ઈઝરાઇલની એર સ્ટ્રાઇકમાં હમાસનો નેવી ફોર્સ કમાન્ડર ઠાર

Share This Article