Friday, Oct 24, 2025

ઉન્નાવમાં પંખાથી વીજકરંટ લાગતાં એક જ પરિવારનાં ૪ બાળકોનાં મૃત્યુ

1 Min Read

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં રવિવારે એક દુ:ખદ દુર્ઘટના બની હતી, જ્યાં વીજકરંટ લાગવાથી એક જ પરિવારના ચાર બાળકોનાં મૃત્યુ થયાં હતાં. જેમાં બે પુત્રો અને બે પુત્રીએ જીવ ગુમાવ્યો હતો. ઘરમાં રાખેલા હાઈસ્પીડ પંખામાં વીજ કરંટ લાગવાથી આ બનાવ બન્યો હતો. આ ઘટના બાદ પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. માતા-પિતાનું હૈયાફાટ રૂદન જોઈને આખું ગામ હિબકે ચડ્યું હતું

બારસગવર પોલીસ સ્ટેશન વિસ્તારના લાલમન ખેડા ગામમાં રહેતા વીરેન્દ્ર કુમાર અને તેમની પત્ની ખેતરમાં મજૂરી કરવા ગયા હતા. તેના ચાર બાળકો મયંક (૯), હિમાંશી (૮), હિમાંક (૬) અને માનસી (૪) ઘરમાં એકલા હતા. ચારેય બાળકો રમી રહ્યા હતા, તે દરમિયાન ઘરમાં રાખેલા પંખાને વીજકરંટ લાગ્યો અને એક બાળક તેની સાથે અથડાયું.

બાળકની ચીસો સાંભળીને અન્ય બાળકો પણ ત્યાં પહોંચી ગયા હતા અને એકબીજાને બચાવવાના પ્રયાસમાં મૃત્યુને ભેટ્યા હતા. બાળકોની ચીસો સાંભળી પાડોશીઓ ઘરમાં દોડી આવ્યા પરંતુ ત્યાં સુધી ચારેય બાળકો મૃત્યુ થયાં હતા. માતા-પિતાને આ અંગે જાણ થતાં જ તેમની હાલત કફોડી બની ગઈ હતી. આ ઘટના બાદ આખા ગામમાં માતમ છવાયો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી.

આ પણ વાંચો :-

Share This Article