HomeNationalબિહારમાં છઠ પુજામાં શ્રદ્ધાળુઓ પર અંધાધૂંધ ફાયરિંગ, ૨નાં મોત, ૪ઘાયલ

બિહારમાં છઠ પુજામાં શ્રદ્ધાળુઓ પર અંધાધૂંધ ફાયરિંગ, ૨નાં મોત, ૪ઘાયલ

Date:

Related stories

Video : પનામામાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, 9 દેશોમાં સુનામીનું એલર્ટ

પનામા: મધ્ય અમેરિકાના દેશ પનામામાં શક્તિશાળી ભૂકંપના આંચકાથી ગભરાટનો...

તબીબી ક્ષેત્રે સુરતનું ગૌરવઃ ડૉ. નૈનેશ પટેલે એક જ સર્જરીમાં 370 સોફ્ટ-ટિશ્યુ ટ્યુમર્સ દૂર કરી ‘વર્લ્ડ રેકોર્ડ’ સ્થાપ્યો

સુરતનાં મોરાભાગળ-રાંદેર વિસ્તાર સ્થિત લાઈફલાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનાં નામે...
spot_img

લખીસરાય શહેરના કબૈયા પોલીસ સ્ટેશન હેઠળના પંજાબી મહોલ્લામાં છઠ ઘાટથી ઘરે આવી રહેલા ભક્તોની ભીડ વચ્ચે એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. જેમાં છ લોકોને ગોળી વાગી છે. જેમાંથી બેના મોત થયા હોવાની માહિતી છે. ડીએમ અમરેન્દ્ર કુમાર એસપી પંકજ કુમાર, એએસપી રોશન કુમાર સહિત પોલીસ ફોર્સ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ ઘટનામાં એક જ પરિવારને નિશાન બનાવવામાં આવ્યો છે. શશિ ભૂષણ ઝાના બે પુત્રો ચંદન ઝા અને રાજેન્દ્ર ઝાનું ગોળી વાગવાથી મોત થયું હતું. જ્યારે શશિભૂષણ ઝા પોતે તેમનો બીજો પુત્ર દુર્ગા ઝા, પુત્રવધૂ લવલી દેવી પત્ની રાજનંદન ઝા અને પ્રીતિ દેવી પત્ની કુંદન ઝા ગોળીઓથી ઘાયલ થયા છે.

એસપી પંકજ કુમારે જણાવ્યું કે આશિષ ચૌધરીનું ઘર શશિભૂષણ ઝાના ઘરની સામે છે. આશિષ ચૌધરી ઘણા વર્ષોથી શશિભૂષણ ઝાની પુત્રી દુર્ગાના પ્રેમમાં હતો. તે તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. યુવતીના પરિવારજનોએ તેનો વિરોધ કર્યો હતો. આશિષ ચૌધરી બળજબરીથી લગ્ન કરવા માંગતો હતો. જેનો યુવતી અને તેના પરિવારજનોએ વિરોધ કર્યો હતો. જેના કારણે બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. સોમવારે શશિભૂષણ ઝા પરિવાર સાથે છઠ ઘાટથી ઘરે આવી રહ્યા હતા ત્યારે તરંગી પ્રેમીએ તેના ઘરની ગલીમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. પરિવારના કુલ છ સભ્યોને ગોળી વાગી હતી જેમાંથી બેના મોત થયા છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories