સુરતમાં કારખાનામાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગી ત્યારે કારખાનામાં કામ કરતાં છ માણસો ફસાઈ ગયા હતાં. ફાયર બ્રિગેડની ૯ ગાડીઓ કોલ મળતાંની સાથે જ વહેલી સવારે ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ આગમાં ફસાયેલા છ કામદારનું રેસ્ક્યૂ કરી બચાવી લીધા હતા.
આગ લાગતા 6 કામદારો ઉપર ફસાઈ ગયા હતા. તેઓને ફાયરના જવાનો સુરક્ષા કવચ પહેરી સહી સલામત રેસ્ક્યૂં કરવામાં આવ્યું હતું. 3 કલાકની ભારે જેહમત બાદ આગ ઉપર કાબુ મેળવામાં આવ્યો હતો. જોકે આ આગમાં કોઈ પ્રકારની જાનહાનિ થઇ ન હતી. આગ લાગવાનું કારણ એકબંધ રહેવા પામ્યું છે.
સુરતમાં આજ સવારે ૪.૧૫ વાગ્યે લસકાણા સ્થિત આવેલી શિવ ઈન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર ૧૭૬થી૧૮૦માં લુમ્સના કારખાનામાં ચોથા માળે આગ લાગી હતી. ચોથા માળે કામ કરી રહેલા છ કામદાર ફસાઈ ગયા હતા. ફાયર વિભાગે ચોથા માળેથી છ કામદારોને રેસ્ક્યૂ કરી સલામત બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગની નવ ગાડીઓ દ્વારા પાંચ કલાક જેટલો પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગમાં લુમ્સના કારખાનામાં રહેલા ૧૨ ડીએફઓ મશીન, ૩ વાઈંગ મશીન અને ૨૫૦ ટન યાર્નનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.
આ પણ વાંચો :-