Sunday, Sep 14, 2025

અમદાવાદમાં એક જ દિવસમાં સાબરમતી નદીમાંથી ચાર મૃતદેહ મળ્યા

1 Min Read

અમદાવાદમાં એક જ દિવસમાં ચાર લોકોના મૃતદેહ મળવાથી ખળભળાટ મચી ગયો છે. રિવરફ્રન્ટમાં આત્મહત્યાના અનેક કિસ્સાઓ સંભાળવા મળતા હોય છે. એવામાં ફરી એક વખત સાબરમતી નદીમાંથી ચાર મૃતદેહ મળ્યા છે. જેમાં ૩ પુરૂષ અને એક મહિલાનો મૃતદેહ છે.

અમદાવાદમાં એક જ દિવસમાં ચાર-ચાર લોકોની લાશ નદીમાંથી મળવાથી પોલીસ તંત્ર પણ દોડતું થયું છે. અમદાવાદમાં એલિસબ્રિજથી આંબેડકર બ્રિજ સુધીના વિસ્તારમાં સાબરમતી નદીમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા છે. હજુ સુધી આ મામલે કોઈ કારણ મળ્યું નથી. તમામ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રિવરફ્રન્ટ પોલીસે મૃતદેહની ઓળખની તજવીજ હાથ ધરી છે.

સાબરમતી નદીમાંથી મળેલા આ મૃતદેહમાં એક મૃતદેહ આંબેડકર બ્રિજ પાસેથી મળ્યો તે ૩૨ વર્ષના કિશન પરમારનો છે. જમાલપુર નજીકથી પણ ૨૫ વર્ષના સંજય પરમારનો મૃતદેહ મળ્યો છે. જ્યારે અન્ય બે મૃતદેહમાં એક પુરૂષ અને એક મહિલાની ઓળખ થઇ નથી. આ ચાર લોકોએ આત્મહત્યા કરી કે તેમની હત્યા કરવામાં આવી તે અંગે કોઈ પુરાવા મળ્યા નથી. આ અંગે પોલીસ હજુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

Share This Article