Friday, Oct 24, 2025

યુપીમાં ૫ નરાધમોઓએ યુવતી સાથે કર્યું સામૂહિક દુષ્કર્મ

2 Min Read

ઉત્તર પ્રદેશના આગ્રામાં હોમ સ્ટે હોટલમાં મહિલા કર્મચારી પર ગેંગરેપની ઘટના સામે આવી છે. આ તરફ હવે ગેંગરેપ પીડિતાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે લોકોને બચાવવા માટે આજીજી કરી રહી છે. આરોપીઓની બળજબરી વચ્ચે પીડિતાને તેના પેન્ટમાં શૌચ કરવું પડ્યું. પીડિત મહિલા સાથે હોમ સ્ટેમાં પાંચ યુવકોએ દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે તેણે વિરોધ કર્યો તો મહિલાને ખેંચવામાં આવી અને માર પણ મારવામાં આવ્યો.

આગ્રામાં હોમ સ્ટે હોટલમાં મહિલા કર્મચારી પર ગેંગરેપની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. મહિલાની ચીસો સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે, તેને બળજબરીથી રૂમમાં ઘસડવામાં આવી અને નિર્દયતાથી માર મારવામાં આવ્યો. આ ઘટના સાથે જોડાયેલા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ તરફ હવે પોલીસે પણ આરોપીઓની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આગ્રાના તાજગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના તાજનગરી ફેઝ ૨ માં આવેલ હોટેલ હોમ સ્ટેમાં સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં પાંચ યુવકોએ યુવતીને હોટેલ હોમ સ્ટેમાં બળજબરીથી દારૂ પીવડાવ્યો અને પછી તેના પર બળાત્કાર ગુજાર્યો. પીડિતાની ઉંમર આશરે ૨૫ વર્ષની છે. તેણે કહ્યું કે, અગાઉ તેનો વાંધાજનક વીડિયો બનાવવામાં આવ્યો હતો અને તેને લઈને તેને બ્લેકમેલ કરવામાં આવી હતી. આરોપીએ તેના માથા પર કાચની બોટલ પણ તોડી નાખી હતી.

પીડિત યુવતી છેલ્લા દોઢ વર્ષથી હોમ સ્ટેમાં કામ કરતી હતી. પીડિતાનો મિત્ર જીતેન્દ્ર તેના ચાર મિત્રો સાથે હોટલ પર પહોંચ્યો હતો અને તેને બળજબરીથી દારૂ પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના સાથે જોડાયેલા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

 

Share This Article