અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં દુનિયાનું સૌ પ્રથમ આઈ ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. ડૉક્ટર્સની ટીમે પહેલીવાર કોઈ માનવીની સંપૂર્ણ આંખોનું પ્રત્યારોપણ કર્યું હતું. ઓપરેશને આશરે ૨૧ કલાક સુધી ચાલ્યું હોવાની માહિતી અપાઈ છે. ઓપરેશન બાદ દુનિયાને તેના વિશે માહિતી આપવામાં આવી હતી. આ ટ્રાન્સપ્લાન્ટને એક મોટી સિદ્ધી માનવામાં આવી રહી છે પરંતુ હજુ એ ન કહી શકાય કે દર્દીની આંખની રોશની પાછી આવશે કે નહીં?
સર્જિકલ ટીમને લીડ કરી રહેલા ડૉ. એડુઆર્ડો રોડ્રિગ્ઝે કહ્યું કે સર્જરીના ૬ મહિના બાદ ટ્રાન્સપ્લાન્ટ કરાયેલી આંખોનમાં સારી રીતે કામ કરતી રક્તવાહિનીઓ અને રેટિન દેખાવા લાગશે. તેના પછી જ કંઈક કહી શકાશે કે દર્દી જોઈ શકશે કે નહીં. અમને આ સર્જરી પૂરી કરતાં ૨૧ કલાકનો સમય લાગ્યો હતો. સંપૂર્ણ આંખનું પ્રત્યારોપણ કરાયું છે. એક એક મોટું પગલે છે. જેના વિશે સદીઓથી વિચારવામાં આવી રહ્યું હતું પણ ક્યારેય સંભવ ન થયું. અત્યાર સુધી ડૉક્ટરો ફક્ત આંખનું આગામી લેયર કોર્નિયાનું જ ટ્રાન્સ્પ્લાન્ટ કરી શકાય હતા પણ હવે એક સંપૂર્ણ આંખનું પ્રત્યારોપણ થયું છે. આશા છે કે પરિણામ સકારાત્મક આવશે.
આ પણ વાંચો :-