Thursday, Oct 23, 2025

CM ભૂપેન્દ્ર પટેલ હસ્તે ૧૫૫ ભોજન વિતરણ કેન્દ્રનો કરાશે શુભારંભ

1 Min Read

દિવાળીના તહેવારો વચ્ચે રાજ્ય સરકારે શ્રમિક પરિવારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં નવા ૧૫૫ ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. વિગતો મુજબ અહીં માત્ર રૂપિયા 5માં શ્રમિકોને ભોજન મળી તે માટે વ્યવસ્થા કરાઇ છે. નવા ભોજન કેન્દ્રનો ઉમેરો થતા દરરોજ ૭૫ હજારથી વધુ શ્રમિકોને લાભ મળશે.

રાજ્યમાં શ્રમિક પરિવારો માટે ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે અમદાવાદમાં ૪૯, સુરતમાં ૨૨, ગાંધીનગરમાં ૮, વડોદરામાં ૯ કેન્દ્ર શરૂ થશે. ભાવનગરમાં ૨, જામનગરમાં ૧૦, ભરૂચમાં ૩ અને મહેસાણામાં ૫ કેન્દ્ર શરૂ થશે. રાજકોટમાં ૫, ખેડા, આણંદ વલસડ અને સાબરકાંઠામાં ૪-૪ કેન્દ્રો શરૂ થશે. આ સાથે પાટણ અને બનાસકાંઠામાં ૭-૭ નવસારી અને મોરબીમાં ૬-૬ કેન્દ્રો શરૂ થશે.

અમદાવાદ ખાતેથી નવા ૧૫૫ ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરાયો છે. જેથી હવે રાજ્યભરમાં ૨૭૩ કડીયાનાકા ખાતેથી શ્રમિકોને પૌષ્ટિક ભોજન મળશે. શ્રમિકોને માત્ર ૫ રૂપિયામાં પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે. નોંધનિય છે કે, હાલમાં ૧૧૮ ભોજન કેન્દ્રોથી ૫૫ લાખથી વધુ શ્રમિકોને લાભ મળશે તો નવા ભોજન વિતરણ કેન્દ્રો શરુ થતાં દરરોજ ૭૫ હજારથી વધુ શ્રમિકોને લાભ મળશે.

આ પણ વાંચો :-

Share This Article