પાટીદાર આંદોલન દરમિયાન આમરણાંત ઉપવાસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ કેસના આરોપી અને ભાજપના વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય હાર્દિક પટેલને કોઈ રાહત મળી નથી. ધારાસભ્ય હાર્દિક પટેલે આ મામલે કેસમુક્ત થવા અરજી કરી હતી. જોકે ગ્રામ્ય કોર્ટે તમામ દલીલોને અંતે ચુકાદો આપ્યો છે.
ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન વર્ષ ૨૦૧૮માં હાર્દિક પટેલ સહિત કુલ ૯ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ઉપવાસ મામલે પોલીસ સાથે ગેરવર્તણૂકની ફરિયાદ નોંધાયા બાદ હવે આ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેસમાં હાર્દિક પટેલે ગ્રામ્ય કોર્ટમાં કેસમુક્ત થવા અરજી કરી હતી. જોકે તમામ દલીલોને અંતે કોર્ટે હાર્દિક પટેલને કોઈ રાહત આપી નથી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાલ કેસ મુક્તિ અરજી મામલે મૌખિક હુકમ કર્યો છે. મહત્વનું છે કે, હવે આગામી દિવસોમાં હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં અરજી કરી શકે છે.
નિકોલમાં ૨૦૧૮માં આ સમગ્ર કેસ નોંધાયો હતો. હાર્દિક પટેલ સહિત કુલ ૯ લોકો સામે આ ગુનો નોંધાયો હતો. આ કેસની ટ્રાયલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહી છે. અગાઉ પાટીદાર આંદોલનમાં જોડાયેલા નેતા અને હાલના ધારાસભ્ય હાર્દિક પટેલે આ કેસમાંથી મુક્ત થવા માટે અરજી કરી હતી. આ કેસમાં લાંબા સમયથી દલીલો બાદ આજે અરજી ચુકાદા પર એટલે કે ઓર્ડર પર હતી. ત્યારે ગ્રામ્ય કોર્ટે આ કેસમાં હુકમ કર્યો છે.
હાર્દિક પટેલની અરજીને લઈ તેમને આ કેસમાં રાહત મળી નથી. એટલે કે સ્પષ્ટપણે પાટીદાર આંદોલન સમયનો આમરણાંત ઉપવાસ દરમિયાન પોલીસ સાથે ગેરવર્તણૂકનો કેસ આગળ પણ ચાલુ રહેશે. હાર્દિક પટેલ માટે હજુ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખુલ્લા છે, પરંતુ ગ્રામ્ય કોર્ટમાંથી ટ્રાયલમાંથી મુક્ત કરવાની કોઇપણ વાત સ્વીકારવામાં આવી નથી.
આ પણ વાંચો :-
 
								 
		 
		 
		 
		 
		 
		 
		 
		