સુરેન્દ્રનગર વિસ્તારમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ હાઇવે પરથી પસાર થઈ રહેલા પૂર્વ CM રૂપાણીના કાફલામાં સવાર પોલીસની પાયલોટિંગ કાર એક બાઇક સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને પગમાં ઇજા પહોંચી હતી. જેને લઈ વિજય રૂપાણીએ ઇજાગ્રસ્ત વ્યક્તિની સારવાર માટેની વ્યવસ્થા કરી તેમને સારવાર માટે મોકલી આપ્યા હતા.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાની પોલીસ પાયલોટિંગ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂર્વ CM રૂપાણીના કાફલાની પોલીસ પાયલોટિંગ કાર હાઇવે પરથી પસાર થતાં એક બાઇકને અથડાઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટનામાં બાઇક સવાર એક વ્યક્તિને પગના ભાગે ઇજા પહોંચતા પૂર્વ CM રૂપાણીએ પોતાની કારમાંથી ઉતરી તાત્કાલિક ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવાની કવાયત કરી હતી.
આ પણ વાંચો :-
• મધ્યપ્રદેશની કુખ્યાત ચોરને ઝડપવા સુરત પોલીસે વેશ પલટો કર્યો, ફુગ્ગાવાળા બની દિલ્હીથી ઉપાડી લીધો
• ઓનલાઈન ગેમિંગથી ચેતજો! ૧૨૦૦ લોકો, ૨૦૦ એકાઉન્ટ, ૨૫ જેટલા ગ્રૂપ, ગાંધીનગરમાં ત્રણ આરોપીની ધરપકડ