સુરતમાં ભાજપ નેતાના પુત્રની દાદાગીરી સામે આવી છે. વાત જાણે એમ છે કે, સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રએ એક કોન્ટ્રાક્ટરને ધમકાવવા ફાયરિંગ કર્યાનું સામે આવ્યું છે. સ્થાનિક કોન્ટ્રાક્ટરને ધમકાવવા માટે દિવાલ પર ફાયરિંગ કર્યુ હતુ. જોકે આ ઘટનામાં સદભાગ્યે કોઈને ઈજા પહોંચી નહોતી. આ તરફ ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ સાથે કોન્ટ્રાક્ટરની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આ તરફ હવે ફરિયાદને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રએ ફાયરિંગ કર્યાની ઘટનાની ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં બાંધકામ કોન્ટ્રાક્ટર સાથે માથાકૂટ થતાં ફાયરિંગ કર્યુ હોવાનું સામે આવ્યું છે. ભેંસાણમાં કોર્પોરેટર અજિત પટેલના પુત્ર દિવ્યેશ પટેલે કોન્ટ્રાક્ટરને ધમકાવવા માટે દિવાલ પર ફાયરિંગ કર્યુ હતુ. જોકે રાહતની વાત છે કે, આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નહોતી.
સ્થાનિક ચર્ચાઓ મુજબ બાંધકામ સાઈટ ઉપર કામ પૂર્ણ ન કરતાં માથાકૂટ ચાલી રહી હતી. આ દરમિયાન કોર્પોરેટર અજિત પટેલના પુત્ર દિવ્યેશ પટેલ કોન્ટ્રાક્ટર અલ્પેશ ભાંભોરને બેફામ ગાળો આપી બીજી સાઈટથી ઊંચકી લાવ્યો હતો. આ તરફ કોન્ટ્રાક્ટરને ઊંચકી લાવ્યા બાદ દિવ્યેશે એકાએક ફાયરિંગ કરી દીધુ હતું. ફાયરિંગ કરતાં બાંધકામ સાઈટ પર દોડાદોડી મચી ગઈ હતી. આ તરફ ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ સાથે હવે પોલીસે કોન્ટ્રાક્ટર અલ્પેશ ભાંભોરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી તો દિવ્યેશના હથિયાર વિશે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. આ તરફ પોલીસે આરોપી દિવ્યેશની ધરપકડ કરી છે.
આ પણ વાંચો :-