સુરતીઓનો સૌથી લોકપ્રિય એવા ચંદની પડવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે કરોડો રૂપિયાની ઘારી લોકો આરોગી જશે. જેના પહેલાં સુરત શહેરના ફૂડ અને સ્વાસ્થ્ય વિભાગની ટીમ દ્વારા સતત ચેકિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે ઘારી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી સેમ્પલ લેવાયા છે.
સુરતમાં સેન્ટ્રલ ઝોનના ભાગળમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી કરી છે. તેમજ ઘારીના સેમ્પલને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. નોંધનીય છેકે ઘારીના સેમ્પલ બાદ પણ ઘારીનું વેચાણ ચાલું જ રહેશે અને SMC નો હેલ્થ વિભાગનો રિપોર્ટ તહેવાર પછી આવશે એટલે લોકો ઘારી આરોગી જશે પછી રિપોર્ટ આવશે.
સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી એક જ ધ્વિસે ખાઈ જશે. લોકોના આરોગ્યને ધ્યાને રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને સેમ્પલો લેવાના શરૂ કરાયા છે. ઘારીની અંદર વિશેષ કરીને દૂધના માવાનો ઉપયોગ થાય છે, તેમાં ડ્રાયફ્રૂટ અને ઘીનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. આગામી ચંદની પડવાના તહેવારને ધ્યાનમાં રાખીને ઘારીના સેમ્પલ લેવાના શરૂ કરાયા છે. અલગ અલગ ૧૮ જેટલી ટીમ બનાવવામાં આવી છે. જેણે રાંદેર, અઠવા ઝોન, રિંગ રોડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં જઈને સેમ્પલિંગની કામગીરી શરૂ કરી દીધી છે.
મિઠાઈની દુકાનના ઉત્પાદકો વધુ લાભ મેળવી લેવાની અપેક્ષા સાથે ગુણવત્તાયુક્ત માવો અને ઘીનો ઉપયોગ કરવાના બદલે ઓછી કિંમતના રો-મટિરિયલનો ઉપયોગ કરી લેતા હોય છે. જેના કારણે લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું કરી દેતા હોય છે. આરોગ્ય વિભાગ દ્વારા ઘારીના સેમ્પલ લેવાના શરૂ કર્યા છે, જેમાં વિશેષ કરીને માવાની ગુણવત્તા અને ઘી અંગે તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો :-