અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પાર્કિંગ પોલિસી જાહેર કરવામાં આવી છે. જે મુજબ પાર્કિંગ ચાર્જ વસુલનાર સિનેમાહોલ અને મોલના માલિકોએ હવે ટેક્સ ભરવો પડશે. એટલે કે જે કોઈ પોતાની મિલકતમાં વાહનના પાર્કિંગ કરવા બદલ ચાર્જ વસુલતા હશે, તેમની પાસેથી ટેક્સ લેવામાં આવશે. કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા મિલકતની આકારણી કરવામાં આવશે. આકારણી મુજબ મિલકતના માલિકોએ ટેક્સ ચૂકવવાનો રહેશે. જોકે, પાર્કિંગ ચાર્જ નહીં લેનાર મિલકત ધારકોએ કોઈ ટેક્સ ભરવો પડશે નહીં. એટલે કે ફ્રી પાર્કિંગને આકારણીથી મુક્તી આપવામાં આવશે.
કોમર્શીયલ મિલકતોમાં પાર્કિંગ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવે છે, તો તેની આકારણી થશે. કોઇપણ મિલકતના ભોંયરામાં અથવા ખુલ્લી જગ્યામાં ફ્રી પાર્કિંગની વ્યવસ્થા હશે તો તેની આકારણી નહીં થાય. મોલ, સિનેમા અથવા કોમર્શિંયલ પ્રીમાઇસીસમાં પાર્કિંગ ચાર્જ લેવાતો હશે તો તેનો પ્રોપર્ટી ટેક્સ લાગશે.
કોમર્શિયલ મિલકતોમાં કોઈપણ પ્રકારની દૈનિક માસિક/વાર્ષિક ફી ચાર્જ લઈને જો પાર્કિંગ કરવા દેવામાં આવે તો તેની આકરણી થશે તથા હયાત નીતિ-નિયમ મુજબ સદર તેના એરિયાઓનું કુલ ક્ષેત્રફળ ગણી તેના 35 ટકા રન વે બાદ અપાશે.
આ પણ વાંચો :-