Saturday, Sep 13, 2025

સુરેન્દ્રનગર અને દાહોદમાં બે અકસ્માતમાં ૧૩ના મોત

1 Min Read

દાહોદમાં રિક્ષા અને ટ્રક વચ્ચે ટક્કર થતા 6 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે સુરેન્દ્રનગરમાં ટ્રક અને કાર અથડાતાં 5 લોકો મોતને ભેટ્યા છે. આ ઉપરાંત જામનગરમાં બે કાર વચ્ચે ટક્કર થતા દંપતીનું મોત થયું છે.

ગરબાડા તાલુકામાં રહેતો પરિવાર રાજકોટ મુકામે રોજીરોટી અર્થે ગયો હતો. જે બાદ આજે સવારે વતનમાં પરત ફર્યા હતા. ત્યારે સવારે દાહોદમાં બસમાંથી ઊતર્યા બાદ ગામડે જવા રિક્ષામાં બેઠા હતા. તે દરમિયાન એક ટ્રકે રિક્ષાને અડફેટે લેતા એક જ પરિવારનાં 6 લોકોનાં મોત થયાં છે. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં લખતરના ઝામર પાસે આજે વહેલી સવારે અકસ્માતમાં 5 વ્યક્તિનાં મોત થયાં છે. લખતર તાલુકાના ઝામર ગામના પાટિયા પાસે આઈસર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયાં હતાં. જ્યારે બે લોકોના સારવાર દરમિયાન મોત થતા અકસ્માતમાં કુલ પાંચ લોકોનાં મોત થયાં છે.

આ પણ વાંચો :-

Share This Article