Sunday, Sep 14, 2025

સુરતની સ્મીમેર હોસ્પિટલના કોમ્પ્યુટર ઓપરેટરને તમાચો મારનારા AAPના કોર્પોરેટરની ધરપકડ

2 Min Read

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર કામ કરતા વ્યક્તિને તમાચો મારી દેવાની ઘટનાને લઈને રાજકારણ ગરમાયું છે. વિપુલ સુહાગિયા નામના કોર્પોરેટર દ્વારા કોન્ટ્રાક્ટના કર્મચારી સાથે કરેલા વર્તન બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ તેમની વરાછા પોલીસ દ્વારા ધરપકડ કરી લોકઅપમાં પુરી દેવાતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. જેમાં વિપક્ષના નેતાઓ અને કાર્યકરોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં પોલીસ ૫૦ થી ૬૦ જેટલા નેતા અને કાર્યકરોની અટકાયત કરી હતી. આ સમયે બન્ને વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી.

આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા અને કોર્પોરેટરો તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં વરાછા પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું. કોર્પોરેટર વિપુલ સુહાગિયાને ઝડપથી છોડી દેવાની ભગવાન તેમને સદબુદ્ધિ આપે તે માટે રામધુન કરવામાં આવી હતી. એકત્રિત થયેલા તમામ નેતાઓએ વિપુલ સુહાગિયાને છોડે નહીં ત્યાં સુધી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાનો નક્કી કર્યું હતું. જેને ધ્યાનમાં રાખીને વરાછા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.

વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, વિપુલ સુહાગિયા દ્વારા હોસ્પિટલની અંદર દર્દીઓના કામ ઝડપથી થાય તેવું કરાવવાનું કામ કરાયું હતું. જેને કારણે કોન્ટ્રાક્ટ પરના વ્યક્તિ અને કોર્પોરેટર સાથે ચકમક થઈ હતી. જ્યારે એ વ્યક્તિ કોન્ટ્રાક્ટનો માણસ છે અને તેની નોકરી ન હતી, તો તે ત્યાં શું કરી રહ્યો હતો? તેનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. આજે અમે અહીં વરાછા પોલીસ સ્ટેશનની બહાર જ્યાં સુધી અમારા કોર્પોરેટરને છોડશે નહીં ત્યાં સુધી અહીંથી ન જવા માટેનો નિર્ણય લીધો હતો. પરંતુ પોલીસની ભારતીય જનતા પાર્ટીના હિસાબે અહીં જોવા મળી રહી છે.

આ પણ વાંચો :-

શુભમન ગિલની તબિયત લથડી, વર્લ્ડ કપની પહેલી મેચ નહિ રમી શકે ગિલ, કારણ અહીં વાંચો

કેનેડામાં ભારતીય દૂતવાસ પર હુમલાની તપસ અમદાવાદ NIAને સોંપવામાં આવ્યો

Share This Article