Wednesday, Oct 29, 2025

રાજકોટમાં કેપ્ટન રોહિત શર્માનો આઈફોન ચોરાયો, મેચ પ્રેક્ટિસ દરમિયાન થયો ગુમ

1 Min Read
  • સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, આજે રાજકોટમાં વનડે મેચ રમાય તે પહેલા કેપ્ટન રોહિત શર્માનો આઈફોન ચોરી થયાની વાતથી ફેન્સ ચોંક્યા છે.

આજની મેચ ગુજરાતના રાજકોટ શહેરમાં રમાવવાની છે. પરંતુ મેચ શરૂ થયા તે પહેલા ભારતીય ટીમના કેપ્ટનને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં કેપ્ટન રોહિત શર્માનો આઈફોન ચોરાયો હોવાની વાત સામે આવી છે.

સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, આજે રાજકોટમાં વનડે મેચ રમાય તે પહેલા કેપ્ટન રોહિત શર્માનો આઈફોન ચોરી થયાની વાતથી ફેન્સ ચોંક્યા છે. ખરેખરમાં ગઈકાલે જ્યારે ભારતીય ટીમ પ્રેક્ટિસ કરી રહી હતી અને બાદમાં જ્યારે કેપ્ટન રોહિત શર્મા પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો તે સમયે આઈફોન ચોરાઈ ગયો હોવાની જાણ થઈ હતી. સુત્ર અનુસાર ગઈકાલે કેપ્ટન રોહિત શર્માનો આઈફોન ચોરાઈ ગયો હતો. જો કે હજુ સુધી આ મામલે કોઇ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

આ પણ વાંચો :-

 

 

Share This Article