Wednesday, Oct 29, 2025

ખાલિસ્તાની સમર્થકોઓએ કેનેડામાં શરૂ કર્યું વિરોધ પ્રદર્શન, ભારતીય દૂતાવાસની બહાર ખડકી દેવાયો ચુસ્ત બંદોબસ્ત

2 Min Read
  • કેનેડામાં ભારતીય દૂતાવાસની બહાર હરદીપ સિંહ નિજ્જરની હત્યા સામે ખાલિસ્તાન સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાવચેતીના ભાગરૂપે નજીકના રસ્તાઓ બંધ કરીને સુરક્ષા વધારી દેવામાં આવી છે.

કેનેડા અને ભારત વચ્ચેનો તણાવ ઓછો થઈ રહ્યો નથી. બંને દેશોએ એકબીજાના ટોચના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. દરમિયાન ડઝનબંધ ખાલિસ્તાન સમર્થકોએ વાનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અહેવાલ અનુસાર ખાલિસ્તાની સંગઠન દ્વારા આ વિરોધ પ્રદર્શન ઓટાવા, ટોરન્ટો અને વાનકુવરમાં થઈ રહ્યા છે. જેના કારણે ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે.

કેનેડામાં ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાનીઓનું વિરોધ પ્રદર્શન :

આ દરમિયાન એમને ઝંડા લહેરાવ્યા, ગીત વગાડયું અને સૂત્રોચ્ચાર કર્યા તો સાથે જ કેટલાક પ્રદર્શનકારીઓએ ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર ભારતીય ધ્વજનું અપમાન કર્યું હતું. આવો જ વિરોધ ટોરોન્ટોમાં થયો હતો. દરમિયાન, વાનકુવર પોલીસ વિભાગે ભારતીય કોન્સ્યુલેટ ખાતે સુરક્ષા વધારી દીધી છે અને સાવચેતીના ભાગરૂપે નજીકના રસ્તાઓ બંધ કરી દીધા છે. ભારતીય દૂતાવાસોને બેરિકેડ કરવામાં આવ્યા છે અને પોલીસ અને ફેડરલ પોલીસ સ્થળ પર તૈનાત છે.

કેનેડિયન મીડિયા અહેવાલ અનુસાર, હોવે સ્ટ્રીટ પર ભારતીય વાણિજ્ય દૂતાવાસના પ્રવેશદ્વારને રોકવા માટે બેરિકેડ લગાવવામાં આવ્યા છે. સમાચાર અનુસાર, વિશ્વ શીખ સંગઠને ઉશ્કેરણી અને દખલગીરીની સંભાવનાને લઈને પહેલેથી જ ચેતવણી જાહેર કરી દીધી છે.

જેથી પોલીસ પહેલાથી જ સતર્ક હતી. ખાલિસ્તાન હિમાયત સંસ્થા શીખ ફોર જસ્ટિસના નિર્દેશક જતિન્દર સિંહ ગ્રેવાલે રવિવારે કહ્યું હતું કે નિજ્જરની હત્યા અંગે જનજાગૃતિ વધારવા માટે ટોરોન્ટો, ઓટાવા અને વાનકુવરમાં ભારતીય દૂતાવાસોની બહાર પ્રદર્શન કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે અમે ભારતીય રાજદૂતને હાંકી કાઢવાની માંગ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો :-

Share This Article