Wednesday, Oct 29, 2025

સુરેન્દ્રનગરમાં બ્રિજ ધરાશાયી, ૧૦ લોકોનાં ગુમ થયાની પ્રાથમિક માહિતી

2 Min Read
  • ગુજરાતમાં ફરી એકવાર સરકારના ભ્રષ્ટાચારનો નમુનો આવ્યો છે. ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝા મુકી છે. જ્યાંને ત્યાં ભ્રષ્ટાચારના ભોરિંગ જોવા મળી રહ્યા છે. આવો જ કિસ્સો સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો છે.

ગુજરાતમાં ફરી એકવાર સરકારના ભ્રષ્ટાચારનો નમુનો આવ્યો છે. ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝા મુકી છે. જ્યાંને ત્યાં ભ્રષ્ટાચારના ભોરિંગ જોવા મળી રહ્યાં છે. આવો જ કિસ્સો સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો છે. જ્યાં વસ્તડી ગામ નજીક એક બ્રિજ ધરાશાયી થયો છે.

નેશનલ હાઈવેને ચુડા સાથે જોડતો આ પુલ ધરાશાયી થયો છે. જેના કારણે વહેતી નદીમાં એક ખટારા સહિત અનેક વાહનો ખાબક્યા છે. જેના કારણે ૧૦ થી વધારે લોકો ગુમ થયા હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ લગાવી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતો બ્રિજ ધરાશાયી થયો છે. વસ્તડી ગામ નજીકના પુલ પરથી પરથી એક ડંપર પસાર થઈ રહ્યું હતું. ત્યારે અચાનક બ્રિજ ધરાશાયી થયો હતો. જેના કારણે ડમ્પર સહિતના અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. જેના કારણે ૧૦થી વધારે લોકો નદીમાં વહી ગયા હોવાની આશંકા છે.

ઘટના અંગે માહિતી મળતાની સાથે જ મોટા પ્રમાણમાં પોલીસ, ફાયર વિભાગ ગામના સરપંચ સહિતના અનેક લોકો ઘટના સ્થળ પર હાજર છે. ૧૦૮ સહિતની ટીમો ઘટના સ્થળ પર હાજર છે. સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી રહી છે. સરપંચ સહિત સહિતના અનેક લોકો સતત સ્થળ પર નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article