Saturday, Sep 13, 2025

BIG NEWS : મુંબઈ એરપોર્ટ પર ક્રેશ થયું પ્રાઈવેટ પ્લેન, બે ટુકડા થયા, ૮ લોકોનું બચાવ અભિયાન શરુ

2 Min Read
  • ભારે વરસાદને કારણે લપસી જતાં મુંબઈ એરપોર્ટ પર એક પ્રાઈવેટ પ્લેન ક્રેશ થયું હતું. જેમાં ૮ લોકો સવાર હતા. વિમાન આંધ્રના વિશાખાપટ્ટનથી મુંબઈ આવી રહ્યું હતું.

મુંબઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના બની છે. લિયરજેટનું એક ચાર્ટેર વિમાન ઉતરતી વખતે લપસી જતાં ક્રેશ થયું હતું. પ્લેન આંધ્રના વિશાખાપટ્ટનમથી મુંબઈ આવ્યું હતું પરંતુ ભારે વરસાદને કારણે રનવે ભીનો હતો તેથી ઉતરતી વખતે તે લપસી જતા ક્રેશ થયું હતું. વિમાનમાં ૬ પ્રવાસી અને ૨ ક્રૂ મેમ્બર સવાર હતા જેમને બચાવવા માટે તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું.

જાનહાનીના કોઈ સમાચાર નહીં :

ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી આને કારણે એરપોર્ટ પર લેન્ડિંગ અને ટેકઓફને રોકી દેવામાં આવ્યું છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ક્રેશ વિમાનમાં રેસ્ક્યૂ ચાલી રહ્યું છે.  માહિતી અનુસાર ભારે વરસાદને કારણે વિઝિબિલિટી ૭૦૦ મીટર હતી. હજુ સુધી કોઈના જાનહાનીના સમાચાર નથી.

શું કહ્યું ડીજીસીએએ  :

સદનસીબે ક્રેશની આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. પ્રાઈવેટ પ્લેનમાં ૮ લોકો સવાર હતા જેમને બચાવવાની કામગીરી ચાલુ કરી દેવાઈ છે અને તેમને સહી સલામત બહાર કાઢી લેવામાં આવશે તેવી આશા છે.

પ્લેન ક્રેશ થયા બાદ મુંબઈ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ તેમજ બચાવ ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે. હાલ એરપોર્ટ પર તમામ પ્લેનોનું લેન્ડિંગ અને ટેકઓફ હાલ પુરતું બંધ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

 

Share This Article