HomeGujaratહજી સુધી FASTag નથી લીધું ? તો ફોલો કરો આ સરળ સ્ટેપ્સ,...

હજી સુધી FASTag નથી લીધું ? તો ફોલો કરો આ સરળ સ્ટેપ્સ, ફટાક દઈને આવી જશે સોલ્યુશન, જાણો

Date:

Related stories

મેઘરાજાનો મોટો ખતરો! ગુજરાતના 16 જિલ્લા રેડ અલર્ટ પર, આગામી કલાકો ભારે

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે. આણંદના બોરસદમાં...

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...
spot_img
  • Purchase Of New FASTag : આજકાલ ૪ વ્હીલર પર ફાસ્ટેગ જરૂરી થઈ ગયું છે. જો તમે પણ હાઈવે પર ટ્રાવેલ કરો છો તો તેના વગર તમારે ત્રણ ગણો ટોલ વસુલવો પડી શકે છે.

હાલ આખો દેશ ડિજિટલ ક્રાંતિને જોઈ રહ્યો છે. હવે હાઈવે પર લાંબી ટોલ લાઈનોમાં કલાકો સુધી રાહ જોવી ન પડે તેના માટે સરકારે ફાસ્ટેગ શરૂ કર્યું છે. તેનો ફાયદો એ થયો છે કે હાઈવે પર તમારે ટોલ આપવા માટે લાંબી લાઈનોમાં ઉભુ નથી રહેવું પડતું. ટોલ પર ઉભા રહ્યા વગર જલ્દી કામ થઈ જાય છે.

ફાસ્ટેગ હવે બધી ગાડીઓ માટે જરૂરી બની ગયો છે. જો તમે ફાસ્ટેગ વગર કોઈ ગાડીના ટોલ પર જાઓ છો તો તમને ત્રણ ગણો વધારે ટેક્સ આપવો પડી શકે છે. એવામાં સમય અને રૂપિયાને બચાવવા માટે ફાસ્ટેગ એક સારો ઓપ્શન છે. જો તમે હજુ સુધી પોતાની કાર માટે ફાસ્ટેગ નથી લગાવ્યું તો આજે અમે તમને સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે તેને ખરીદી શકો છો.

કઈ રીતે ખરીદવું ફાસ્ટેગ? 

ફાસ્ટેગને ખરીદ્યા બાદ તેને રિચાર્જ કરવું પડે છે અથવા પોતાના બેંક એકાઉન્ટ કે ઈ વોલેટથી લિંક રાખવું પડે છે. આ પ્રોસેસ પણ ખૂબ જ સરળ છે આવો સમજીયે કે કેવી રીતે ફાસ્ટેગ ખરીદવું અને કેવી રીતે તેને રિચાર્જ કે લિંક કરવું…

  • જે બેંકમાં તમારૂ એકાઉન્ટ છે તેની એપ્લીકેશનને ડાઉનલોડ કરો. લોગિન કર્યા બાદ ફાસ્ટેગના ઓપ્શનમાં જાઓ. અહીં પર ફર્સ્ટ ટાઈમ યુઝરના ઓપ્શન પર ક્લિક કરો. અહીં પર કાર સાથે સંબંધિત ડીટેલ્સને ફિલ કરો અને પેમેન્ટ કરો. અમુક જ દિવસોમાં રજીસ્ટર્ડ એડ્રેસ પર તમારી પાસે ફાસ્ટેગ પહોંચી જશે.
  • આ ઉપરાંત તમે ફાસ્ટેગને પેટીએમ, ગુગલ પે અને ફોન પે જેવી એપ્લીકેશન્સ પર પણ ખરીદી શકો છો. તેની પણ પ્રોસેસ બુલકુલ આવી જ છે.
  • ત્યાં જ ફાસ્ટેગ ઓફલાઈન પણ સરળતાથી ખરીદી શકાય છે. દરેક ટોલ ટેક્સ પહેલા તમને ફાસ્ટેગનું રિટેલ કાઉન્ટર મળશે. તેને ખરીદ્યા બાદ તમે તેને રિચાર્જ કરી કાર પર લગાવી શકો છો.

કઈ રીતે કરશો લિંક કે રિચાર્જ 

ફાસ્ટેગ જો તમે પોતાના બેંક એકાઉન્ટથી ખરીદ્યું છે તો ત્યાં તેને લિંક કરવાનો ઓપ્શન પણ મળશે. લિંક કર્યા બાદ જ્યારે પણ તમે ટોલમાંથી પસાર થશો પૈસા તમારા એકાઉન્ટથી પોતાની જાતે જ કટ થઈ જશે. અહીં તમે રિચાર્જ પણ કરી શકો છો. આ કોઈ પણ યુપીઆઈ એપ કે વોલેટથી સરળતાથી રિચાર્જ થઈ શકે છે તેની પ્રોસેસ એવી જ છે જે રીતે તમે પોતાનો મોબાઈલ રીચાર્જ કરો છો.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img