Thursday, Oct 30, 2025

શીતલ.. શીતલની બૂમો લગાવતા જ જીવા ભગત સામે આવી જાય છે મગર, ગીર સોમનાથના વીડિયોએ સૌ કોઈને ચોંકાવ્યા

2 Min Read
  • ગીર સોમનાથમાં મગરનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જણાતી વિગત અનુસાર જીવા ભગત નામના વ્યક્તિ નદીમાં રહેતી મગરને “શીતલ” નામથી સંબોધે છે.

સોશિયલ મીડિયાના આ જમાનામાં પક્ષી,પ્રાણી પ્રેમીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના એક વ્યક્તિના મગર પ્રેમનો વીડિયો હાલ ખુબ વાયરલ થયો છે આ વીડિયોએ જોનારા લોકોને ચોંકાવી દીધા છે.  આમ તો મગર જોઈને જ લોકોનો પરશેવો છૂટી જાય છે પણ આ વીડિયો કદાચ કલ્પી પણ ન શકાય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.

મગરના માથામાં હાથ પણ ફેરવે છે  :

આ વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર એક વૃદ્ધ એક પરિવાર સાથે મગરને બોલાવે છે અને તેને ખોરાકના રૂપમાં ગાંઠિયા ખવડાવે છે. બાદમાં મગરને શિતલ જય ખોડિયાર મા બોલી માથા પર હાથ પણ ફેરવે છે. આ વીડિયો વેરાવળ નજીક આવેલા સવની ગામ નજીક ખોડીયાર મંદિરના ગાગડીયા ધોધનો હોવાનું માનવામાં આવે છે. ત્યાં પાણીમાં એક મગર વસવાટ કરે છે.

શીતલ બૂમ પાડતા દોડી આવે છે મગર :

જ્યાં જીવા ભગત નામના વ્યક્તિ ઘૂનામાં રહેતી મગરને “શીતલ” નામથી સંબોધે છે અને મગર પણ ગમે તેટલી ઊંડા પાણીમાં દૂર હોય, પરંતુ જીવા ભગત શીતલ…શીતલ…નામથી બોલાવતા જ મગર તેમની પાસે આવી પહોંચે છે. જીવા ભગત તેને ખાવાનો ખોરાક આપે છે. ત્યાર બાદ તેમના માથા પર હાથ ફેરવે છે. જે બાદ મગર ઉંડા પાણીમાં જતી રહે છે.

આ પણ વાંચો :-

Share This Article