Saturday, Sep 13, 2025

સાપુતારા જઈ રહેલી કાર ડિવાઈડર સાથે અથડાઈ, બે યુવકોના મોત

1 Min Read
  • નવસારીમાં પૂરઝડપે જઈ રહેલી કારે અકસ્માત સર્જ્યો હતો. મળતી જાણકારી અનુસાર વાંસદાના ચારણવાડા નજીક કાર ડીવાઈડર સાથે અથડાતા બે યુવકોના મોત થયા હતા.

મળતી જાણકારી અનુસાર, વાંસદાના ચારણવાડા નજીક કાર ડિવાઈડર સાથે અથડાતા બે યુવકોના મોત થયા હતા. કારની સ્પીડ એટલી વધારે હતી કે કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ કારનો ભૂક્કો બોલી ગયો હતો. મૃતકોની ઓળખ પાર્થ ડોબરિયા અને વિકેશ ખાંટ તરીકે થઈ છે જ્યારે ઘાયલ યુવકોની ઓળખ નીરજ ડોબરિયા અને હર્ષિલ ઠુમ્મર તરીકે થઈ છે.

મળતી માહિતી અનુસાર, ચાર મિત્રો કાર લઈને સાપુતારા ફરવા જઈ રહ્યા હતા ત્યારે વાંસદા નજીક અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે કાર ચાલક યુવક અને અન્ય એક યુવકના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત યુવકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કારમાં સવાર ચારેય મિત્રો અંકલેશ્વરની ફાર્મા કંપનીના કર્મચારીઓ હોવાની જાણકારી મળી છે.

આ પણ વાંચો :-

Share This Article