Saturday, Sep 13, 2025

લાઈવ મેચ વચ્ચે મેદાનમાં ઘૂસી આવ્યો કાળતરો સાપ, ખેલાડીઓ રહી ગયા દંગ

2 Min Read
  • મેચ દરમિયાન મેદાનમાં કાળા સાપે એન્ટ્રી મારી ! ચોથી ઓવર બાદ અચાનક મેચ રોકી દેવી પડી.

ક્રિકેટની મેચ ઘણીવખત વરસાદનાં કારણે સ્થગિત કરવામાં આવતી હોય છે. વાવાઝોડા કે વરસાદી માહોલમાં ક્યારેક કૂતરાં મેદાનમાં ઘૂસી જતાં જોવા મળ્યાં છે પરંતુ લંકા પ્રીમિયર લીગમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. મેચ દરમિયાન મેદાનમાં કાળો સાપ પ્રવેશ્યો જેના કારણે મેચને તાત્કાલિક અટકાવવી પડી. ગોલ ટાઈટંસ અને દાંબુલા ઓરાની વચ્ચે ચાલતી મેચમાં આ ઘટના બની હતી.

https://twitter.com/DineshKarthik/status/1685983503811227648?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1685983503811227648%7Ctwgr%5E56fa683c4b2c3f6f028577bc189c7c98e130da84%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Flanka-premiere-league-a-black-snake-entered-the-field-during-the-match-watch-the-video

જે સમયે કાળો સાપ મેદાનમાં ઘૂસ્યો ત્યારે દાંબુલાની ટીમ બેટિંગ કરી રહી હતી. ક્રીઝ પર ધનંજય ડિસિલ્વા અને કુસલ પરેરા હાજર હતાં. ત્યારે ચોથી ઓવર સમાપ્ત થતાંની સાથે અચાનક મેચ અટકાવી દેવામાં આવી હતી કારણકે મેદાનમાં કાળો સાપ ઘૂસી ગયો હતો. સાપને પકડવું અઘરું છે તેથી સાપ જ્યારે બાઉન્ડ્રીની બહાર નિકળ્યો ત્યારે મેચ ફરી શરૂ કરવામાં આવી.

લંકા પ્રીમિયર લીગની મેચ દરમિયાન સાપની એન્ટ્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. ટીમ ઈન્ડિયાનાં ખેલાડી દિનેશ કાર્તિકે આ ઘટના પર મજાક બનાવતાં લખ્યું કે, મને લાગ્યું કે નાગિનની એન્ટ્રી બાંગ્લાદેશમાં થઈ છે. તો સ્કોટ સ્ટાયરિસે પણ ટ્વીટ પર લખ્યું કે ક્રિકેટનાં મેદાન પર હવે તેમણે બધું જ જોઈ લીધું છે.

શ્રીલંકાનાં આ સ્ટેડિયમથી પહેલા ભારતમાં પણ સાપે મેદાનમાં એન્ટ્રી કરી છે. ગુવાહાટીનાં બરસપારા સ્ટેડિયમમાં ભારત-સાઉથ આફ્રીકાની મેચ દરમિયાન સાપ ઘૂસી ગયો હતો જેના લીધે મેચને સ્થગીત કરવી પડી હતી. જો કે હવે એ મેદાનમાં સાપની એન્ટ્રીને રોકવા માટે સ્પેશિયલ જંતુનાશકનો છંટકાવ કરવામાં આવે છે.

આ પણ વાંચો :-

Share This Article