Saturday, Sep 13, 2025

જૂનાગઢમાં પૂર વચ્ચે મોટી દુર્ઘટના : ત્રણ માળનું મકાન ધરાશાયી, ૪ થી વધુ લોકો દટાયાની આશંકા

1 Min Read
  • જુનાગઢમાં આકાશી આફત વચ્ચે બીજી મોટી આફત આવી છે. જુનાગઢમાં પૂરના પાણી હજી ઓસર્યા નથી, ત્યાં કડિયાવાડ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બની છે. દાતાર રોડ પર આવેલી બિલ્ડિંગ તૂટી પડી છે. બિલ્ડિંગના કાટમાળ નીચે ૦૪ થી વધુ લોકો દટાયા હોવાની આશંકા છે.

જુનાગઢમાં આકાશી આફત વચ્ચે બીજી મોટી આફત આવી છે. જુનાગઢમાં પૂરના પાણી હજી ઓસર્યા નથી, ત્યાં કડિયાવાડ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બની છે. દાતાર રોડ પર આવેલી બિલ્ડિંગ તૂટી પડી છે. બિલ્ડિંગના કાટમાળ નીચે ૦૪ થી વધુ લોકો દટાયા હોવાની આશંકા છે.

ફાયર વિભાગ દ્વારા કાટમાળમાં દટાયેલા લોકોની શોધખોળ હાથ ધરાઈ છે. હાલ જીસીબીની મદદથી કાટમાળ હટાવવાનું શરૂ કરાયું છે. જો કે હજી સુધી કોઈ પણ વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢી શકાયા નથી.

આ પણ વાંચો :-

 

Share This Article