HomeGujarat૧૩ હજાર ફોલોઅર્સ છતાં તથ્યની ફ્રેન્ડ માલવિકાએ ઈન્સ્ટા એકાઉન્ટ કર્યું ડિલીટ

૧૩ હજાર ફોલોઅર્સ છતાં તથ્યની ફ્રેન્ડ માલવિકાએ ઈન્સ્ટા એકાઉન્ટ કર્યું ડિલીટ

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img
  • અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે વધુ એક ખુલાસો થયો છે. તથ્ય સાથે કારમાં સવાર યુવતી માલવિકા પટેલે કેસની તપાસ વચ્ચે જ ૧૩ હજાર ફોલોઅર્સ ધરાવતું એકાઉન્ટ ડિલીટ કરી નાખતા અનેક સવાલો ઉભા થયા છે.

અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસ દ્વારા તથ્ય પટેલ અને કારમાં સવાર તેના મિત્રોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અકસ્માત સમયે કારમાં સવાર આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ અને માલવિકા પટેલની પૂછપરછ કરવામાં આવી છે. તો બીજી બાજુ તથ્યની પણ પોલીસ અલગથી પૂછપરછ કરી રહી છે. પોલીસ તપાસ વચ્ચે તથ્ય પટેલની સાથે કારમાં સવાર યુવતીએ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી નાખતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.

માલવિકા પટેલની નામની યુવતીએ પોલીસ તપાસ વચ્ચે પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું છે. પોલીસ તપાસ વચ્ચે માલવિકા પટેલે ૧૩ હજાર ફોલોવર્સ ધરાવતું એકાઉન્ટ ડિલીટ કરી નાખતા અનેક સવાલો ઉભા થયા છે. માલવિકા પટેલના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તથ્ય પટેલના કારનામાના અનેક ફોટો અને વીડિયો હતા. તપાસમાં માલવિકા પટેલની પણ યુટ્યુબ ચેનલ હોવાનું સામે આવ્યું છે. હાલ આ યુવતીએ એકાઉન્ટ કેમ ડિલીટ કર્યું એ એક તપાસનો વિષય છે.

આ પણ વાંચો :-

 

 

Subscribe

Latest stories

spot_img