Saturday, Sep 13, 2025

હજુ અતિભારે વરસાદની સંભાવના, આફતને પહોંચી વળવા સરકારની શું છે તૈયારી ?

2 Min Read
  • સૌરાષ્ટ્રમાં મેધતાંડવની સ્થિતિ. હજુ પણ અતિભારે વરસાદની શક્યતા. સ્થિતિને પહોંચી મળવા સરકારની શું છે તૈયારી? ગાંધીનગરમાં મળી બેઠક.

રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી રાહત કમિશનર દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

૧૯ થી ૨૧ દરમિયાન અહીં અતિભારે વરસાદની સંભાવના :

રાજ્યભરમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન રાજ્યમાં થયેલા વરસાદની માહીતી આપતા IMDના અધિકારીએ જણાવ્યું હતું કે આગામી સપ્તાહમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં ૧૯ થી ૨૧ દરમ્યાન સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે. સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા જળાશયો વિશે માહિતી આ૫તા જણાવ્યું હતું કે રાજયમાં ૨૦૬ જળાશયો પૈકી ૪૩ જળાશય હાઈ એલર્ટ, ૧૮ જળાશય એલર્ટ અને ૧૯ જળાશય વોર્નિંગ પર છે.

કૃષિ વિભાગના અધિકારી દ્વારા ખરીફ પાકની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સામાન્ય વાવેતર વિસ્તારની સામે ૭૧.૩૧ % વાવેતર થયું છે. એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

આ બેઠકમાં આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, જી.એમ.બી., પંચાયત, કોસ્ટ ગાર્ડ, ઉર્જા, ઈસરો, ફાયર, ફીશરીઝ, માર્ગ અને મકાન, GSRTC, GSDMA, એરફોર્સ, યુ.ડી.ડી., પશુપાલન અને માહિતી વિભાગના નોડલ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

 

Share This Article