Thursday, Oct 23, 2025

ઉનાળામાં ખોટા સમયે અને વધારે પ્રમાણમાં છાશ પીવાથી થાય છે નુકસાન

3 Min Read

Drinking buttermilk at the  ses

  • Buttermilk Side Effect : ઉનાળાના દિવસોમાં છાશ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. મોટાભાગે લોકો ભોજનની સાથે અથવા તો ભોજન કર્યા પછી છાશનું સેવન કરતા હોય છે. આ સિવાય ઘણા લોકો ગરમીમાંથી આવ્યા પછી પણ ઠંડી ઠંડી છાશ પી લેતા હોય છે.

ઉનાળો (Summer) શરૂ થતા જ લોકો કેટલીક ઠંડી વસ્તુઓનું સેવન વધારે પ્રમાણમાં કરવા લાગે છે. ખાસ કરીને ઘરમાં દહીં અને છાશનો ઉપયોગ વધારે થવા લાગી છે. આ બંને વસ્તુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અન્ય ઠંડા પીણાંની સરખામણીમાં ઉનાળા દરમિયાન છાશ (Buttermilk) પીવાથી શરીરને અંદરથી ઠંડક મળે છે અને ઘણી બીમારીઓથી બચાવ થાય છે. છાશ પીવાથી શરીરને એનર્જી પણ મળે છે.

તેથી ઉનાળાના દિવસોમાં છાશ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. મોટાભાગે લોકો ભોજનની સાથે અથવા તો ભોજન કર્યા પછી છાશનું સેવન કરતા હોય છે. આ સિવાય ઘણા લોકો ગરમીમાંથી આવ્યા પછી પણ ઠંડી ઠંડી છાશ પી લેતા હોય છે.

છાશ પીવાથી શરીરમાં પાણીની ઉણપ સર્જાતી નથી. ગરમીના દિવસોમાં છાસ શરીરને ઠંડક આપે છે પરંતુ જો તમે ખોટા સમયે અને વધારે પ્રમાણમાં છાશ પીવાની આદત ધરાવો છો તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. મોટાભાગના લોકો માને છે કે છાશ કોઈ પણ સમયે પી શકાય છે પરંતુ તેવું નથી.

છાશનું સેવન કરવાથી શરીરને લાભ થાય છે પરંતુ છાશ પીવાથી ફાયદો ભોજન કર્યા પછી તેનું સેવન કરવામાં આવે તો સૌથી વધુ થાય છે. ભોજન કર્યા પછી એક ગ્લાસ છાશ પીવાથી પેટને ફાયદો થાય છે. છાશની અંદર સ્વસ્થ બેક્ટેરિયા અને લેક્ટિક એસિડ હોય છે. જે ભોજન ને સારી રીતે બચાવવામાં મદદ કરે છે. સાથે જ મેટાબોલિઝમને પણ સુધારે છે. તેથી ભોજન કર્યા પછી એક ગ્લાસ છાશ પીવી ખૂબ જ લાભકારી છે.

ભોજન કર્યા પછી છાશ પીવાથી ભોજન પછી અને ઊર્જામાં પરિવર્તિત થાય છે. સાથે જ પેટમાં બળતરા એસીડીટી જેવી તકલીફથી પણ રાહત મળે છે. આ રીતે ભોજન કર્યા પછી એક ગ્લાસ છાશ પીવાથી સૌથી વધુ ફાયદો થાય છે.

આ પણ વાંચો :-

Share This Article