HomeEntertainmentઆ દિવસે રિલીઝ થશે અસુર-૨, ધમાકેદાર ટીઝર સાથે બીજી સીઝનની રિલીઝ ડેટ...

આ દિવસે રિલીઝ થશે અસુર-૨, ધમાકેદાર ટીઝર સાથે બીજી સીઝનની રિલીઝ ડેટ જાહેર

Date:

Related stories

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં...

આ સૂર્ય આકાશમાં નથી… ગુજરાતની લેબમાં છે! ભારતે શરૂ કર્યો મોટો પ્રયોગ

ચાંદ-તારા તોડવાની વાતો તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ...

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો...
spot_img

Asura-2 will be released

  • જે ચાહકો ‘અસુર-૨’ ની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં ‘અસુર-૨’ ની ઝલક આપતું એક ટીઝર મેકર્સે રિલીઝ કર્યું છે. સાથે જ કયા OTT પ્લેટફોર્મ પર અસુર 2 રિલીઝ થવાની છે તેની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.

અરશદ વારસી (Arshad Warsi) અને બરુણ સોબતી (Barun Sobati) અભિનીત ‘અસુર‘ વેબ સીરીઝ લોકોને ખૂબ જ પસંદ પડી હતી. આ એક સાઈકો થ્રિલર (A psycho thriller) વેબ સીરીઝ છે. પહેલી સીઝન પછી નિર્માતાઓએ તેની બીજી સીઝનની જાહેરાત કરી હતી અને ત્યારથી ચાહકો પણ આ વેબ સીરીઝની રાહત જોઈ રહ્યા હતા. ત્યારે હવે દર્શકોની આતુરતાનો અંત આવ્યો છે.

જે ચાહકો ‘અસુર-૨‘ ની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં ‘અસુર-૨‘ ની ઝલક આપતું એક ટીઝર મેકર્સે રિલીઝ કર્યું છે. સાથે જ કયા OTT પ્લેટફોર્મ પર અસુર ૨ રિલીઝ થવાની છે તેની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.

અસુર ૨ના ૧ ના મિનિટના ટીઝરથી પણ તમારા રુંવાળા ઊભા થઈ જશે. પોતાની ફિલ્મોમાં લોકોને હસાવનાર અરશદ વારસી ‘અસુર-૨’ના આ શોર્ટ ટીઝરમાં દમદાર ડાયલોગ બોલે છે. વિજ્ઞાન, ધર્મ અને અપરાધની વાર્તા દર્શાવતી ‘અસુર-૨’ના ટીઝરમાં પોતાને અસુર ગણાવતા અરશદ વારસી ગુના કરતા જોવા મળે છે.

અસુર-૨ના આ દમદાર ટીઝરની સાથે મેકર્સે તેની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. આ વેબ સીરીઝ ૧ જૂન ૨૦૨૩ના રોજ જિયો સિનેમા અને કલર્સના OTT પ્લેટફોર્મ Voot પર પ્રસારિત થશે. અરશદ વારસી અને બરુણ સોબતી ઉપરાંત આ સીરીઝમાં અનુપ્રિયા ગોયન્કા પણ મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img