HomeAstrology૨૧ મે / કુંભ-સિંહ સહિત આ 3 રાશિના જાતકો થઈ જજો સાવધાન...

૨૧ મે / કુંભ-સિંહ સહિત આ 3 રાશિના જાતકો થઈ જજો સાવધાન ! કર્કમાં બે ગ્રહોની યુતિના કારણે પડશે ખરાબ પ્રભાવ, વાંચો આજનું રાશિફળ

Date:

Related stories

FAKE PASSPORT CASE: નકલી પાસપોર્ટથી વિદેશ ફરતો હતો ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પુત્ર!

અમદાવાદમાં પાસપોર્ટ સંબંધિત ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગુજરાત...

ભારે કરી! મૃત માનેલી મહિલા સુરતમાં મળી જીવિત

ઝારખંડમાં જે મહિલાને મૃત માની તેની હત્યા અને લાશ...

VIDEO:માછલીની જેમ તરે છે આ રોબોટ! જાણો આ ચીનની ટેક્નોલોજીનું રહસ્ય

પાણીમાં તરતી આ માછલીને પહેલી નજરે જોઈને તમને પણ...

video : ન્યૂયોર્કમાં ટ્રેનની અડફેટે ભારતીય મૂળની યુવતી અને મિત્રનાં મોત

ન્યૂયોર્કના લોઅર મેનહટનની સ્પ્રિંગ સ્ટ્રીટ સબવે સ્ટેશન પર એક...

મુંબઈ ઘાટકોપરના ભાજપના કરોડપતિ ધારાસભ્ય પરાગ શાહ ભિક્ષુક બનીને ભિક્ષા માંગવા નીકળ્યા!

મુંબઈગરાઓ, જૈનસમાજ અને રાજકીયતખ્તે અચરજ પમાડનારી ઘટના હતી, અનેક...
spot_img

૨૧ મે / કુંભ-સિંહ સહિત આ 3 રાશિના જાતકો થઈ જજો સાવધાન! કર્કમાં બે ગ્રહોની યુતિના કારણે પડશે ખરાબ પ્રભાવ, વાંચો આજનું રાશિફળ

મેષઃ
નાંણાકીય આવક વધતી જણાય. પરિવારના તમામ સભ્યો સાથે પ્રેમભર્યું વાતાવરણ રહે. નવા રોકાણોનું ફાયદા કારક આયોજન કરી શકાય. ધંધાકીય ક્ષેત્રે અનુકુળતા વધે. માતૃપક્ષ તરફથી લાભ. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભઃ
વાયુ કફની પ્રકૃતિ રહે. મોસાળ પક્ષ તરફથી લાભ. આવક જળવાય. મનમાં આનંદનો અનુભવ થાય. બેકરી, લોજીંગ જેવા તથા સરકારી કામ કરનારને લાભ. દામ્પત્ય જીવનમાં મનમેળ રહે. પ્રિય પાત્રનું મિલન શક્ય બને.

મિથુનઃ
મનોબળ ઘટતું જણાય. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. પત્નિની તબિયતની કાળજી જરૂરી. નોકરી ધંધામાં સફળતા. વ્યસનથી દૂર રહેવું. પ્રેમ સંબંધમાં ફસાઇ ન જવાય એનું ધ્યાન રાખવું.

કર્કઃ
દિવસ દરમ્યાન આનંદ વર્તાય. આવકમાં વધારો થતો જણાય. કુટુંબનાં સ્નેહનું વાતાવરણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ગળાના તથા જ્ઞાનતંતુઓના રોગોથી સાવધાની જરૂરી. જીવનસાથી સાથે સ્નેહ વધે. નોકરીમાં ઉપરી અધિકારી સાથે વાદવિવાદ ટાળવો.

સિંહઃ
વિચારો ઉપર કાબુ રાખવો ખૂબ જરૂરી. આવક વધતી જણાય. પરિવારમાં સુખ-શાંતિ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નોકરી-ધંધામાં ઉત્સાહ જળવાય. શરદી ખાંસીનો ઉપદ્રવ રહે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

કન્યાઃ
વાણી દ્વારા વ્યવહારમાં સફળતા મળે. આર્થિક ઉપાર્જન શક્ય બને. ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે સફળતા નો અનુભવ થાય. મિત્રોથઈ લાભ. જાણીતી વ્યક્તિ દ્વારા દગા-ફટકાનો ભોગ બનવાથી સાવધ રહેવું.

તુલાઃ
પરિવારમાં મતભેદ ન થાય એનું ધ્યાન રાખવું. કાર્યક્ષેત્રે સફળતા અવરોધાતી જણાય. અસંતોષનું પ્રમાણ વધે. અગત્યના કાર્યો ટાળવા. આરોગ્ય જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય. શાંતિથી દિવસ પસાર કરવો.

વૃશ્ચિકઃ
વાણી વિલાસ સાચવીને કરવો. કડવું બોલવાથી સબંધો બગડતા જણાય. અભિમાન છોડવું. પેટ્રોલ રંગ, ટાયર-ટ્યુબનાં ધંધાર્થીઓને લાભ. દામ્પત્ય સુખમાં આનંદ પ્રેમ પ્રસંગોનું નિર્માણ થાય. ચર્મરોગથી સાચવવું.

ધનઃ
મનમાં ચિંતાનું વાતાવરણ રહે. નકારાત્મક વિચારો વધે. આવક અંગે સામાન્ય દિવસ. આરોગ્ય સાચવવું. મગજના રોગોથઈ સાવચેતી જરૂરી. પત્નિ સાથે મતભેદ થવાની શક્યતા. માન-સન્માન વધે.

મકરઃ
માનસિક સ્વસ્થતા જળવાય. આત્મવિશ્વાસ વધે. નાણાંની આવક વધે સાથે સાથે ખોટા ખર્ચ ટાળવાની સલાહ છે. સંતાનોની પ્ર‌ગતિથી હ્રર્ષ થાય. પતિ-પત્નિના સંબંધોમાં મધુરતા વધે. પડવા વાગવાથી સાચવવું.

કુંભઃ
આવક જળવાશે. પરિવારમાં આનંદ ઉત્સાહમાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. નવા રોકાણો સારી રીતે કરી શકાય. નોકરી-ધંધાંમાં પ્રગતિ થતી જણાય. આરોગ્ય જળવાય.

મીનઃ
જુસ્સામાં શક્તિમાં વધારો. આત્મવિશ્વાસ બુલંદ બને. આર્થિક પાસુ મજબુત થાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. કાર્યક્ષેત્રે સફળતા. નવા કાર્યની શરૂઆત શક્ય બને. સાંધાના દુઃખાવા, વાયુની તકલીફો થી સાચવવું.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img