Sunday, Sep 14, 2025

બ્રિટિશ પાર્લામેન્ટમાં ‘જય હનુમાન જ્ઞાનગુન સાગર…’, ભારતીયો સાથે વિદેશીઓએ હનુમાન ચાલીસાનાં પાઠ

2 Min Read

Jai Hanuman Jnanagun Sagar…’

  • એવોર્ડ સમારોહમાં મેહંદીપુર બાલાજીના મહંતે જણાવ્યું હતું કે, ભારતીય લોકો સમગ્ર વિશ્વમાં ધાક જમાવી રહ્યા છે. જ્યારે લંડનમા બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારતના તિરંગાની નીચે સન્માનિત થયા ત્યારે નિશ્ચિત રૂપે ગૌરવ મહેસૂસ થાય છે.

તમે અત્યાર સુધી ભારતમાં હનુમાન ચાલીસાના (Hanuman Chalisa) પાઠ સાંભળ્યા હશે. પરતું આશ્ચર્યનજક વાત એ છે કે લંડનમાં હનુમાન ચાલીસાના પાઠ થયા હોવાનો વીડિયો સામે આવ્યો છે. કોઇએ સપને પણ વિચાર્યું નહીં હોય કે લંડનની (London) પાર્લામેન્ટમાં (Parliament) હનુમાન ચાલીસાના પાઠ થશે અને ત્યાં હાજર રહેલા વિદેશી વ્યક્તિઓ પણ તેમાં જોડાશે.

રાજસ્થાનના મેહંદીપુર બાલાજી મંદિરના મહંત નરેશપુરી મહારાજે જ્યારે હનુમાન ચાલીસાના પાઠ શરૂ કર્યા ત્યારે કોઈ વ્યક્તિ પોતાને રોકી શક્યું નહીં. જ્યારે પાઠ શરૂ થયા ત્યારે ભારતીય લોકો પણ હાજર હતા અને તેની સાથે વિદેશી લોકો પણ ભક્તિમાં લિન્ન થયા હતા.

લંડનની બ્રિટિશ પાર્લામેન્ટમાં ‘ભારત ગૌરવ’ અલંકરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 31 હસ્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ખાસ અવસર પર વિશ્વ ફલક પર ભારતનું નામ રોશન કરનારી હસ્તિઓ ઉપસ્થિત રહી હતી. જેમાં રાજસ્થાનના મેહંદીપુર બાલાજી મંદિરના મહંત નરેશપુરી સહિત રાજસ્થાનની અન્ય 6 પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

એવોર્ડ સમારોહમાં મેહંદીપુર બાલાજીના મહંતે જણાવ્યું હતું કે, ભારતીય લોકો સમગ્ર વિશ્વમાં ધાક જમાવી રહ્યા છે. જ્યારે લંડનમાં બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારતના તિરંગાની નીચે સન્માનિત થયા ત્યારે નિશ્ચિત રૂપે ગૌરવ મહેસૂસ થાય છે. બ્રિટિશ પાર્લામેન્ટમાં ‘ભારત ગૌરવ’ અલંકરણ સમારોહનું આયોજન સંસ્કૃતિ યુવા સંસ્થા તરફથી કરવામાં આવ્યું હતું.

સંસ્થાના અધ્યક્ષ સુરેશ મિશ્રાએ કહ્યું કે, અમારું માથું ગર્વથી ઉપર રહે છે જ્યારે આપણા દેશની પ્રતિભાઓ વિદેશમાં જઇને દેશનું નામ રોશન કરે છે. સુરેશ મિશ્રાએ જણાવ્યું કે, છેલ્લા ૯ વર્ષમાં ૪૦૦ અપ્રવાસી ભારતીયોને સન્માનિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article