Friday, Oct 24, 2025

પેટ્રોલ-ડીઝલ ઉપરાંત પેટ્રોલ પંપ પર મળશે આ ખાસ વસ્તુ, તમે જાણશો તો દિલ ખુશ થઈ જશે

2 Min Read

પેટ્રોલ-ડીઝલ ઉપરાંત પેટ્રોલ પંપ પર મળશે આ ખાસ વસ્તુ, તમે જાણશો તો દિલ ખુશ થઈ જશે

  • Atmanirbhar Bharat : કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMC) દ્વારા સંચાલિત પેટ્રોલ પંપ પરની સુવિધાઓમાં વધુ સુધારો કરવામાં આવી રહ્યો છે.

Indian Oil Corporation Limited : હાલ તમે પેટ્રોલ પંપ (Petrol pump) જાઓ ત્યારે તમને ટાયરમાં હવા પુરવાની અને ટોયલેટ-પાણીની સુવિધા મળે છે. પરંતુ આગામી દિવસોમાં હવે તમને પેટ્રોલ પંપ (Petrol pump) પર વધુ સારી સુવિધાઓ મળશે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMC) દ્વારા સંચાલિત પેટ્રોલ પંપ પરની સુવિધાઓમાં વધુ સુધારો કરવામાં આવી રહ્યો છે.

IOCLના સ્ટાર્ટઅપ સાથે કરાર :

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) એ પેટ્રોલ પંપ પર રમકડાની દુકાનો ખોલવા માટે જગ્યા આપવા માટે સ્ટાર્ટઅપ સાથે જોડાણ કર્યું છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ એરોસિટી ખાતે ઈન્ડિયન ઓઈલના રિટેલ આઉટલેટ ખાતે અર્બન ટોટસ ટોય્ઝ કિઓસ્કનું ઉદ્ઘાટન કર્યું. આ સ્ટાર્ટઅપ રમકડાંના ઉત્પાદન અને વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલું છે. હરદીપસિંહ પુરીએ આ પહેલ માટે અર્બન ટોટસનું સંચાલન કરતી કંપનીની પ્રશંસા કરી હતી.

દેશભરમાં ખુલશે 500 દુકાન :

હરદીપસિંહ પુરીએ કહ્યુ કે ચંદીગઢ, મોહાલી અને પંચકુલામાં પ્રથમ 5 અર્બન ટોટ્સ સ્ટોર શરૂ કરવામાં આવ્યા છે. દેશભરમાં આવી વધુ 500 દુકાનો ખોલવામાં આવશે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આ દરમિયાન હાજર બાળકો સાથે વાતચીત પણ કરી હતી. તેમજ તેમના વાલીઓને તેમના બાળકોમાં સાહસિકતાની ભાવનાને પ્રોત્સાહન આપવા પ્રોત્સાહિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે આનાથી ‘આત્મનિર્ભર ભારત’ને પ્રોત્સાહન મળશે.

આ પણ વાંચો :-

 

Share This Article