Sunday, Sep 14, 2025

Post Office Schemes : આ 10 પોસ્ટ ઓફિસ સ્કીમમાં કરો રોકાણ, મળશે 8.2 ટકા સુધીનું વ્યાજ

2 Min Read

Post Office Schemes

  • પોસ્ટ ઓફિસના પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરીને તમે નોકરી કર્યા વિના પણ ભવિષ્ય નિધિનો લાભ લઈ શકો છો. આ સ્કીમ હેઠળ ગ્રાહકોને 7.1 ટકાના દરે વ્યાજ મળે છે.

પોસ્ટ ઓફિસમાં (Post Office) બચત ખાતું ખોલવા પર તમને 4 ટકાના દરે વ્યાજ મળશે. તે જ સમયે RD એકાઉન્ટ પર 6.2 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવે છે.

નેશનલ સેવિંગ્સ ટાઈમ ડિપોઝીટ સ્કીમ હેઠળ :

આ સ્કીમ ખાતાધારકોને 5 વર્ષના સમયગાળામાં મહત્તમ 7.5 ટકા વ્યાજ મળે છે. તે જ સમયે, 1 વર્ષ માટે 6.8 ટકા, 2 વર્ષ માટે 6.9 ટકા અને ત્રણ વર્ષ માટે 7.00 ટકા વ્યાજ ઓફર કરવામાં આવે છે.

પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાં રોકાણ કરીને તમે દર મહિને  7.4 ટકાના દરે વ્યાજ મેળવી શકો છો. બીજી તરફ વરિષ્ઠ નાગરિક યોજનામાં (Senior Citizen Scheme) વરિષ્ઠ નાગરિકોને 8.2 ટકાના વ્યાજ દરનો લાભ મળે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના :

તમે 10 વર્ષથી ઓછી ઉંમરની બાળકી માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ખોલાવી શકો છો. આ યોજના હેઠળ 8.00 ટકાના દરે વ્યાજનો લાભ આપવામાં આવે છે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં ગ્રાહકોને 7.7 ટકાના વ્યાજ દરનો લાભ મળે છે.

કિસાન વિકાસ પત્ર યોજના :

કિસાન વિકાસ પત્રમાં, 1 એપ્રિલ, 2023 થી ગ્રાહકોને ચક્રવૃદ્ધિના આધારે 7.5 ટકાના દરે વ્યાજનો લાભ મળી રહ્યો છે. આમાં રોકાણ કરવાથી કુલ 9 વર્ષ અને 7 મહિનામાં પૈસા બમણા થઈ જશે.

સરકારે શરૂ કરેલી નવી યોજના મહિલા સન્માન બચત યોજના હેઠળ તમે કોઈપણ પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકો છો. આ યોજના હેઠળ મહિલાઓને કુલ 2 વર્ષમાં 7.5 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. આ યોજના હેઠળ કોઈપણ મહિલા પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે.

આ પણ વાંચો :-

Share This Article