Tuesday, Dec 9, 2025

Sushmita Work : હાર્ટ સર્જરીથી રિક્વરી બાદ કામ પર પરત ફરી Sushmita Sen

2 Min Read

Sushmita Work

  • ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ સુષ્મિતા સેને 2જી માર્ચે પોતાને હાર્ટ એટેક આવ્યાનો ખુલાસો કર્યો હતો.

Sushmita Sen Back On Work : બોલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેનને (Sushmita Sen) તાજેતરમાં જ હ્રદય રોગનો (Heart disease) હુમલો આવ્યો હતો અને તેની સર્જરી પણ થઈ હતી. વળી રિક્વરી બાદ હવે એક્ટ્રેસ કામ પર પરત ફરી છે. ગુરુવારે રાત્રે સુષ્મિતા સેનને મુંબઈમાં એક ડબિંગ સ્ટૂડિયોની (Dubbing studio) બહાર જોવામાં આવી હતી. એક્ટ્રેસે આ દરમિયાન પૈપરાજી માટે સ્માઈલ સાથે જબરદસ્ત પોઝ પણ આપ્યા હતા.

હાર્ટ એટેકથી રિક્વરી બાદ કામ પર પરત ફરી સુષ્મિતા સેન :

સુષ્મિતા સેન તાજેતરમાં જ પોતાની હિટ વેબ સીરીઝ ’આર્યા’ની અપકમિંગ સિઝન અને ફિલ્મ ‘તાલી’ના શૂટિંગમાં બિઝી છે. ‘તાલી’ ટ્રાન્સવૂમન ગૌરી સાવંતની બાયોપિક છે અને આમાં સુષ્મિતા સેન લીડ રોલમાં છે. ગુરુવારે મોડી રાત્રે સુષ્મિતા સેને આ પ્રોજેક્ટ માટે એક ડબિંગ સ્ટૂડિયોમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન એક્ટ્રેસે નેવી બ્લૂ ટોપ અને સ્કાય બ્લૂ પેન્ટ પહેરીને હંમેશાની જેમ એકદમ સુંદર લાગી રહી છે. તેને ખુલ્લા વાળ અને કૂલ શેડસની સાથે પોતાની ઓવરઓલ સ્ટાઈલિશ લૂકને કમ્પલેટ કર્યો હતો.

ઠીક થયા બાદ સુષ્મિતા સેનએ રેમ્પ વોક કર્યુ હતું  :

સુષ્મિતા સેનને તાજેતરમાં જ હાર્ટ એટેક આવ્યો હતો અને પછી તેને સ્ટેન્ટ પણ લગાવવામાં આવ્યું હતું. ઠીક થયા બાદ એક્ટ્રેસે આ મહિનાની શરૂઆતમાં એક ફેશન વીકમાં રેમ્પ વોક પણ કર્યુ હતું. સુષ્મિતા સેન યલો કલરના લેંઘામાં એકદમ સુંદર લાગી રહી હતી અને રેમ્પ પર વોક કરતાં તેને પોતાની સ્માઈલથી ફેન્સનું દિલ જીતી લીધુ હતું.

https://www.instagram.com/reel/Cprj6l3DrWg/?utm_source=ig_embed&ig_rid=00e22946-e4d9-4a4d-97b0-8ef86a040303

ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ સુષ્મિતા સેને 2જી માર્ચે પોતાને હાર્ટ એટેક આવ્યાનો ખુલાસો કર્યો હતો. તે સમયે ફેન્સને અચાનક શોક્ડ લાગી ગયો હતો. બાદમાં એક્ટ્રેસની એન્જિન્યોપ્લાસ્ટી થઇ હતી અને આ તમામ વાત તેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

આ પણ વાંચો :-

Share This Article