Saturday, Sep 13, 2025

કિરણ ખેરને ફરી થઈ ગંભીર બીમારી : હાલમાં જ બ્લડ કેન્સરને આપી હતી મ્હાત

2 Min Read

Kiran Kher has suffered a serious  

  • વર્ષ 2021માં કિરણ ખેરને બ્લડ કેન્સર થયું હતું. તેમાંથી સાજા થયા બાદ હાલ કિરણ ખેર કોરોના સંક્રમિત થઈ છે.

કોવિડ 19 રોગચાળાનો ખતરો હજુ પણ સંપૂર્ણપણે ટળ્યો નથી. જો કે હવે તેના કેસ પહેલા કરતા ઓછા થયા છે પણ તેમ છતાં લોકો તેનો શિકાર બની રહ્યા છે.  આપણે બધા જાણીએ છીએ કે કોરોના મહામારી સમયે ઘણા લોકો સંક્રમિત થયા હતા અને આ વાયરલની ઝપેટમાં બોલિવૂડ સેલેબ્સ (Bollywood Celebs) આવી ગયા હતા. હાલ કોરોના ફરી માથું ઊંચકાવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે.

કિરણ ખેર કોરોનાથી સંક્રમિત થઈ :

જણાવી દઈએ કે બોલિવૂડની જાણીતી અભિનેત્રી કિરણ ખેર (Kiran Kher) કોરોનાથી સંક્રમિત થઈ છે. અને કિરણે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી લખ્યું હતું કે ‘હું કોરોના સંક્રમિત થઈ છું એટલે જે પણ મારા સંપર્કમાં આવ્યા છે તેમને તેનો ટેસ્ટ કરાવવો જોઈએ.’ જણાવી દઈએ કે જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી ફેન્સ ખૂબ જ ચિંતિત છે.

https://twitter.com/KirronKherBJP/status/1637788277934620673?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1637788277934620673%7Ctwgr%5Ee8ab05e7e79c0c9fa4dc7ac3cff3f612b6636382%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fkirron-kher-became-corona-positive-shared-the-health-update

નોંધનીય છે કે કિરણ ખેર બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરની પત્ની અને અભિનેતા સિકંદર ખેરની માતા છે.

કિરણ ખેરને થયું હતું બ્લડ કેન્સર  :

જણાવી દઈએ કે વર્ષ 2021માં કિરણને મલ્ટિપલ માયલોમા જે બ્લડ કેન્સરનો એક પ્રકાર હોવાનું નિદાન થયું હતું. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે કિરણનું કેન્સર હવે સંપૂર્ણ રીતે ઠીક થઈ ગયું છે એવામાં હાલ એમના કોવિડ પોઝિટિવના સમાચાર મળ્યા પછી તેના ચાહકો તેમના સ્વાસ્થ્યને લઈને ઘણા ચિંતિત છે.

આ પણ વાંચો :-

Share This Article