Sunday, Sep 14, 2025

McDonald’s માં બાળકના પેન્ટમાં ઘૂસી ગયો ઉંદર અને પછી જે કર્યું. ઘટના CCTV માં કેદ

2 Min Read

A rat got into a kid’s pants 

  • Rat Crawls Kids Pants : મેકડોનાલ્ડ્સમાં કોઈ એવી આશાએ જાય કે તેમને ઉંદરડું કરડી જાય? મેકડોનાલ્ડ્સમાં તો કોઈ ખાવાની મજા માણવા માટે જતા હોય છે. પરંતુ જો તમારી સાથે આવી કોઈ ઘટના ઘટે તો ચોંકાવનારું કહી શકાય.

મેકડોનાલ્ડ્સમાં (McDonald’s) કોઈ એવી આશાએ જાય કે તેમને ઉંદરડું કરડી જાય? મેકડોનાલ્ડ્સમાં તો કોઈ ખાવાની મજા માણવા માટે જતા હોય છે. પરંતુ જો તમારી સાથે આવી કોઈ ઘટના ઘટે તો ચોંકાવનારું કહી શકાય. તેલંગણાના કોમપલ્લીના એસપીજીમાં મેકડોનાલ્ડ્સના ડાઈનિંગ એરિયામાં (Dining area) ટોઈલેટમાથી દોડીને આવેલો એક ઉંદર 8 વર્ષના બાળકના પેન્ટમાં ઘૂસી ગયું અને પછી તેને કરડી ખાધું.

આ ઘટના સમયે બાળકના માતા પિતા પણ તેની સાથે હતા. રેસ્ટોરન્ટના સીસીટીવી કેમેરામાં 8 માર્ચના રોજ ઘટેલી કેમેરામાં કેદ થઈ ગઈ. પિતા પુત્રને બોવેનપલ્લી હોસ્પિટલ લઈ ગયા અને તેને રેબીઝ અને ટિટનેસની રસી અપાવી.

9 માર્ચના રોજ તે વ્યક્તિએ રેસ્ટોરન્ટ ચેનના મેનેજમેન્ટ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી. આ ભયાનક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. એ વિચારવા પર મજબૂર કરી દીધા કે લોકોને આવા મલ્ટિનેશનલ ફૂડ કંપનીમાં પણ ખાતા પીતા ડરવું પડશે કે શું.

https://twitter.com/SHenrixs/status/1634095930952790017?ref_src=twsrc%5Etfw

વીડિયોમાં એક ઉંદર રેસ્ટોરન્ટના ટોઈલેટમાંથી બહાર નીકળતો જોઈ શકાય છે અને ટેબલની નીચે તેના માટે જગ્યા શોધી રહ્યો છે. એ જ ટેબલ પર તે વ્યક્તિ તેની પત્ની અને બાળક સાથે બેઠો હતો. 8 વર્ષના બાળકના પિતાએ બાળકને પોતાની તરફ ખેંચ્યુ અને ઉંદરને ભગાડવાની કોશિશ કરી. પરંતુ ત્યાં સુધીમાં તો ઉંદર બાળકના પેન્ટમાં ઘૂસી ગયો હતો અને તેને કરડી ગયો હતો.

છોકરાના પગમાં ઘા હોવાનો દાવો કરતા પરિવારે કાયદાકીય કાર્યવાહી કરી છે. આગામી 3 દિવસ સુધી છોકરાને રેબીઝની રસીના બીજા બે ડોઝ આપવામાં આવ્યા. પિતાએ કહ્યું કે રેસ્ટોરન્ટના કર્મચારીઓ બેદરકાર હતા કારણ કે તેમણે ઉંદરને રોકવા માટે કશું વધુ કર્યું નહીં.

આ પણ વાંચો :-

Share This Article