Monday, Sep 15, 2025

Nokia New Logo : નોકિયાએ નવા રંગો સાથે રજૂ કર્યો નવો લોગો, જાણો ફેરફારનું કારણ

3 Min Read

Nokia New Logo

Nokia new logo: Nokia એ 60વર્ષ બાદ પહેલીવાર પોતાના લોગોમાં ફેરફાર કર્યો છે. નવા લોગોમાં અલગ અલગ અક્ષરોમાં Nikia લખેલું છે. જેમાં બ્લ્યૂ, પીંક, રિંગણી સાથે અનેક અન્ય રંગોનો પણ ઉપયોગ કરાયો છે.

Nokia new logo : Nokia એ 60વર્ષ બાદ પહેલીવાર પોતાના લોગોમાં ફેરફાર કર્યો છે. નવા લોગોમાં અલગ અલગ અક્ષરોમાં Nikia લખેલું છે. જેમાં બ્લ્યૂ, પીંક, રિંગણી સાથે અનેક અન્ય રંગોનો પણ ઉપયોગ કરાયો છે. અગાઉ આ  કંપનીનો લોગો ફક્ત બ્લ્યૂ રંગનો જ હતો. અત્રે જણાવવાનું કે કંપની તરફથી આ એક મોટો સંકેત છે કે તે નવા લોગો સાથે માર્કેટમાં ફરીથી પોતાની ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે.

ટેક્નોલોજી કારોબાર પર ફોકસ :

નવા લોગો વિશે જણાવતા કંપનીના CEO પેક્કા લુંડમાર્ક (Pekka Lundmark) એ બાર્સિલોનામાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ (MWC) ની પૂર્વ સંધ્યા પર એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે તે સ્માર્ટફોનથી કંપનીના કનેક્શનને દેખાડતું હતું. પરંતુ આજે કંપનીનો બિઝનેસ બદલાઈ ગયો છે અને ટેક્નોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલું છે.

અનેક લોકોના મગજમાં હજુ પણ નોકિયાની છબી એક સફળ મોબાઈલ બ્રાન્ડની છે. પંરતુ નોકિયા તે નથી. આગળ કહ્યું કે એક નવી બ્રાન્ડ જે નેટવર્ક અને ઔદ્યોગિક ડિજિટલાઈઝેશન પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહી છે જે વારસાગત મોબાઈલ ફોનથી બિલકુલ અલગ છે.

એચડી ગ્લોબલ પાસે મોબાઈલ કારોબાર :

એચએમડી ગ્લોબલ તરફથી નોકિયા બ્રાન્ડના મોબાઈલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. 2014માં નોકિયાનો મોબાઈલ કારોબાર ખરીદનારી કંપની માઈક્રોસોફ્ટ તરફથી નામનો ઉપયોગ બંધ કરાયા બાદ એચએમડીને લાઈસન્સ મળ્યું.

નોકિયાએ લોન્ચ કર્યા 3 દમદાર ફોન :

નોકિયાએ હાલમાં જ ભારતીય બજારમાં પોતાનો Nokia G22 સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. આ ફોનનું બેક કવર 100 ટકા રિસાઈકલ્ડ પ્લાસ્ટિકથી બનેલું છે. નોકિયા G 22 ની બેટરી, ડિસ્પ્લે, ચાર્જિંગ પોર્ટ દરેક ચીજને ગ્રાહક ઘરે બેઠા જ ઠીક કરી શકે છે. આ માટે કંપની પોતાના મોબાઈલ ફોન સાથે iFixit કિટ ફ્રીમાં આપી રહી છે. આ કિટ દ્વારા તમે સ્માર્ટફોનનો કોઈ પણ પાર્ટ સરળતાથી બદલી શકો છો.

આ પણ વાંચો :-

Share This Article