The villagers saw a deer, not a leopard, the video is going viral
મહુવા (Mahuva) તાલુકાના વાંસકુઈ ગામે અચાનક સ્ટેટ હાઈવે પર હરણ જોવા મળતા લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. હરણ (Deer) કાર સાથે અથડાયા બાદ નજીકને ખેતરમાં પલાયન થઈ ગયું હતું. મહુવા તાલુકાના ગામોમાં હરણ દેખાવાની ઘટના આખો દિવસ તાલુકાની જનતામાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.
હરણનો વીડિયો સોશિયલ મીડિયામાં (Social media) ભારે વાયરલ (Viral) થયો હતો. મહુવા તાલુકાના ગામોમાં મોટા ભાગે દીપડાઓ જ જોવા મળે છે.ત્યારે મંગળવારે બપોરે અચાનક વાંસકુઈ નેવાણીયા ફળિયામાં એક ખેડૂતના ખેતર નજીક હરણ નજરે પડયુ હતુ. હરણ દેખાવાની ઘટના વાયુવેગે ગામમાં ફેલાઈ જતા મોટી સંખ્યામાં ગ્રામજનો હરણ જોવા ખેતરે દોડી આવ્યા હતા.
ત્યારબાદ અચાનક હરણ મહુવા અનાવલ સ્ટેટ હાઈવે તરફ દોડી આવ્યું હતું અને સ્ટેટ હાઈવે ક્રોસ કરવા જતા સામેથી આવતી ફોર વ્હીલ કાર સાથે ધડાકાભેર અથડાયુ હતુ.આ અકસ્માતમા કારને મોટુ નુકસાન થયું હતું. અને અકસ્માત બાદ પણ હરણ છલાંગ મારી દોડવાનુ ચાલુ રાખ્યુ હતું અને નજીકના ખેતરમાં પલાયન થઈ ગયું હતું.
હરણનો વીડિયો યુવાન દ્વારા પોતાના મોબાઈલમા કેદ કરી લીધો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામા ભારે વાઈરલ થયો હતો. મહુવા તાલુકાના ગામોમાં હરણ નજરે પડવાની ઘટના દિવસ દરમિયાન તાલુકામાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.
આ પણ વાંચો :-