HomeNationalઆજે નીતિશ કેબિનેટનો વિસ્તાર, આરજેડીનો હાથ રહેશે ઉપર, જાણો કોણ બની શકે...

આજે નીતિશ કેબિનેટનો વિસ્તાર, આરજેડીનો હાથ રહેશે ઉપર, જાણો કોણ બની શકે છે મંત્રી

Date:

Related stories

FAKE PASSPORT CASE: નકલી પાસપોર્ટથી વિદેશ ફરતો હતો ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પુત્ર!

અમદાવાદમાં પાસપોર્ટ સંબંધિત ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગુજરાત...

ભારે કરી! મૃત માનેલી મહિલા સુરતમાં મળી જીવિત

ઝારખંડમાં જે મહિલાને મૃત માની તેની હત્યા અને લાશ...

VIDEO:માછલીની જેમ તરે છે આ રોબોટ! જાણો આ ચીનની ટેક્નોલોજીનું રહસ્ય

પાણીમાં તરતી આ માછલીને પહેલી નજરે જોઈને તમને પણ...

video : ન્યૂયોર્કમાં ટ્રેનની અડફેટે ભારતીય મૂળની યુવતી અને મિત્રનાં મોત

ન્યૂયોર્કના લોઅર મેનહટનની સ્પ્રિંગ સ્ટ્રીટ સબવે સ્ટેશન પર એક...

મુંબઈ ઘાટકોપરના ભાજપના કરોડપતિ ધારાસભ્ય પરાગ શાહ ભિક્ષુક બનીને ભિક્ષા માંગવા નીકળ્યા!

મુંબઈગરાઓ, જૈનસમાજ અને રાજકીયતખ્તે અચરજ પમાડનારી ઘટના હતી, અનેક...
spot_img

Today Nitish cabinet area

  • બિહારની મહાગઠબંધન સરકારમાં કેબિનેટ વિસ્તારની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. મંગળવારે નીતિશ કેબિનેટના નવા મંત્રી શપથ લેવાના છે.

નીતિશ (Nitish) કેબિનેટનો આજે વિસ્તાર થશે. રાજભવનને 11.30 કલાકનો સમય આપવામાં આવ્યો છે. જેડીયૂ નેતા વિજય ચૌધરીને આરજેડી અને કોંગ્રેસે (Congress) સંભવિત મંત્રીઓની યાદી સોંપી દીધી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર કેબિનેટમાં આરજેડીની ભાગીદારી વધુ હોઈ શકે છે.

આ વચ્ચે બિહાર વિધાનસભામાં અધ્યક્ષનું પદ આરજેડીને અને વિધાન પરિષદમાં (Legislative Council) સભાપતિનું પદ જેડીયૂને આપવા પર પણ લગભગ સહમતિ બની ગઈ છે.

આરજેડી તરફથી વિધાનસભા અધ્યક્ષ માટે અવધ બિહારી ચૌધરીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. આરજેડીએ આ પદ માટે તેમને ચૂંટણી પણ લડાવી હતી. 17મી બિહાર વિધાનસભાના અધ્યક્ષ પદ માટે તે મહાગઠબંધનના ઉમેદવાર બન્યા હતા. તો વિધાન પરિષદમાં સભાપતિ માટે જેડીયૂના પ્રો. રામવચન રાયનું નામ ચાલી રહ્યું છે. હાલ વિધાન પરિષદમાં કાર્યકારી સભાપતિ અવધેશ નારાયણ સિંહ છે.

તો બીજી તરફ આરજેડીને પાછલી કેબિનેટમાં ભાજપના કોટાના વિભાગો મળશે. નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી સંભવિત નામ પર ચર્ચા કરી લીધી છે. એટલું જ નહીં સરકાર રચનાને લઈને પણ બંને વચ્ચે વિસ્તારથી વાત થઈ હતી.

નીતિશ કેબિનેટના બધા મંત્રીઓના શપથ એક સાથે યોજાશે નહીં. કેટલાક મંત્રીઓ મંગળવારે શપથ લેશે. નક્કી ફોર્મ્યૂલા પ્રમાણે આરજેડીને 17, જેડીયૂને 13, કોંગ્રેસને 3, હમને 1, અપક્ષને 1 મંત્રી પદ મળવાનું નક્કી છે. શિક્ષણ, ગ્રામીણ કાર્ય સહિત કેટલાક વિભાગ આરજેડીના ખાતામાં જ્યારે નાણા વિભાગ જેડીયૂ પાસે રહી શકે છે. જેડીયૂના કેટલાક જૂના મંત્રીને પડતા મુકવામાં આવી શકે છે.

કોણ બની શકે છે મંત્રી :

રાષ્ટ્રીય જનતા દળ : તેજપ્રતાપ યાદવ, આલોક મેહતા. કુમાર સર્વજીત, સમીર મહાસેઠ, અનિતા દેવી, લલિત યાદવ, ઋષિ કુમાર, સુરેન્દ્ર યાદવ, ચન્દ્રશેખર, કાર્તિક કુમાર, સુધાકર સિંહ, શમીમ અહદમ, રણવિજય સાહૂ, અખ્તરૂલ ઇસ્લામ શાહીન.

જેડીયૂ : વિજય કુમાર ચૌધરી, બિજેન્દ્ર પ્રસાદ યાદવ, ઉપેન્દ્ર કુશવાહા, શ્રવણ કુમાર, સંજય ઝા, અશોક કુમાર ચૌધરી, લેશી સિંહ, મદન સહની, જમા ખાન, સુનીલ કુમાર, શીલા મંડલ.

હમ : સંતોષ સુમન

અપક્ષ : સુમિત સિંહ

કોંગ્રેસ : અજીત શર્મા, રાજેશ રામ, શકીલ અહમદ, મદન મોહન ઝા.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img