Thursday, Oct 23, 2025

‘તું ડર મત, તેરા પ્રૂફ મેરે પાસ સેવ હે’ કહી યુવતીએ વેપારીના કપડાં કઢાવ્યાં પછી…

4 Min Read

After saying ‘Tun dar mat, tera proof

  • યુવતીએ ઘરનો દરવાજો બંધ કરીને વેપારીને તેના બેડરૂમમાં વેપારીને લઈ ગઈ હતી અને તેના કપડા ઉતારીને વેપારીનો હાથ પકડી શારીરિક સંબંધ બાંધ્યા હતા.

ફરી એકવાર વેપારી હનીટ્રેપનો શિકાર (Honeytrap hunting) બન્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં અતિ સુંદર દેખાતી યુવતીએ ડેટિંગ એપથી (Dating app) વેપારી સાથે મિત્રતા કરી અને પોતાના ઘરે બોલાવી શરીર સંબંધ બાંધ્યા પછી ખેલ શરૂ કર્યો. પછી ઘરમાં સંતાઈને બેઠેલા બે શખ્સોએ વેપારીને બળાત્કારના કેસ (Rape cases) કરવાની ધમકી આપી 5 લાખની માંગ કરી હતી.

ચાંદખેડા પોલીસની કસ્ટડીમાં દેખાતી સ્વરૂપવાન યુવતીનું નામ કવિતા નાયક છે. તેની સાથે રમેશ સુથારની પણ ધરપકડ કરવામાં આવી છે. આ બંને જણાએ પોતાના એક સાગરીત સાથે મળીને વેપારીને જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હતા.

ઘટનાની વિગતવાર વાત કરીએ તો આંબાવાડી વિસ્તારમાં રહેતા અને અસારવા ઇદગાહ સર્કલ પાસે વેપાર કરતાં વેપારીને તેઓના મોબાઇલ ફોનમાં 20 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં ક્વેક ક્વેક નામની એપ્લિકેશનમાં કવિતા નામની છોકરીનો મેસેજ આવ્યો હતો અને બંને વચ્ચે મિત્રતા થતા બન્નેએ એકબીજાના મોબાઈલ નંબરની આપ લે કરી હતી. 12 દિવસ પહેલા કવિતાએ વેપારીને મેસેજ કરીને તેના ઘરનું લોકેશન મોકલ્યું હતું અને ઘરે બોલાવ્યા હતા વેપારી ઘરે ગયો હતો.

જે બાદ 28મી જુલાઈએ કવિતાએ ફરી વેપારીને મેસેજ કરીને પતિ સુરત શહેર જતા રહ્યા છે તેવું કહીને ઘરે બોલાવ્યા હતા. 29 મી જુલાઈએ વેપારી યુવતીના ઘરે ગયા હતા. ત્યારે યુવતીએ ઘરનો દરવાજો બંધ કરીને વેપારીને તેના બેડરૂમમાં વેપારીને લઈ ગઈ હતી અને તેના કપડા ઉતારીને વેપારીનો હાથ પકડી શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે તે સમયે અચાનક એક વ્યક્તિએ ઘરમાં ઘૂસીને વેપારી સાથે મારઝૂડ કરી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી.

દરમિયાન બીજો એક વ્યક્તિ પણ ઘરમાં આવી ગયો હતો અને તેણે અગાઉ આવેલ વ્યક્તિને રમેશ તરીકે બોલાવીને પોતાની ઓળખ વકીલ તરીકેની આપી હતી. બંને જણાએ ભેગા થઈને વેપારીને માર મારી મોબાઇલ ફોન જુટવી લીધો હતો અને રમેશ નામના વ્યક્તિએ વેપારીને 5 લાખ રૂપિયા આપ નહીં તો તને બળાત્કારના કેસમાં ફસાવી દઈશું તેવી ધમકી આપી હતી.

વેપારીએ અત્યારે પાંચ લાખ રૂપિયા નથી તેવું કહેતા વેપારીએ અંતે 70 હજાર રૂપિયા આપ્યા હતા. બાદમાં બીજા વ્યક્તિએ બે લાખ રૂપિયાની માંગ કરી હતી. જેથી વેપારીએ પોતાના ખાતામાંથી બે લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા પછી વેપારીને નીકળી ગયા હતા.

પહેલી ઓગસ્ટે ઇન્સ્ટાગ્રામ ઉપર વેપારીને એક મેસેજ આવ્યો હતો, જેમાં તું ડર મત તેરા પ્રૂફ મેરે પાસ સેવ હે મેં વકીલ હું તું બાર બાર ક્યુ રહા હૈ, તેવું જણાવીને ફરિવાર પૈસાની માંગ કરવામાં આવી હતી, જેથી વેપારીએ તે નંબર બ્લોક કરી નાખ્યો હતો. બાદમાં બંને આરોપીઓ ફરિવાર પૈસાની માંગ કરે તેવો ડરનાં આધારે તેઓએ આ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ મામલે પોલીસે કવિતા નાયક નામની યુવતી અને રમેશ સુથારની ધરપકડ કરી આ ગુનામાં સામેલ ભાવેશ નામના આરોપીને પકડવા તજવીજ તેજ કરી છે. સાથે આ ટોળકીએ આ રીતે અન્ય કોઈ વેપારીને હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. ઝડપાયેલી યુવતીની પ્રાથમિક તપાસમાં તેનો પતિ સેસન્સ કોર્ટમાં નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. તેમજ વેપારીએ જે ખાતામાં 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા તે કવિતાના પતિના ખાતામાં જ ટ્રાન્સફર થયા હોય ત્યારે તે આ ગુનામાં સામેલ છે કે કેમ તે અંગે પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

 

Share This Article