HomeGujaratપારડી પાસે ટ્રકચાલકે જોરદાર ટક્કર મારતા માજી આર્મી મેન થયા શહીદ -...

પારડી પાસે ટ્રકચાલકે જોરદાર ટક્કર મારતા માજી આર્મી મેન થયા શહીદ – ‘ઓમ શાંતિ’

Date:

Related stories

ઉત્તરકાશીમાં સુરતના શ્રદ્ધાળુઓની કાર ભાગીરથી નદીમાં ખાબકતાં 4નાં મોત, 2 મહિલાઓ લાપતા; બચાવ કામગીરી તેજ

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર ગુરુવારે સવારે એક...
spot_img

Ex-Army man martyred

પારડી (Pardi) ચંદ્રપુર (Chandrapur) પાસે હાઇવે પર ટ્રકે અડફેટે લેતા ઘવાયેલા ચીખલી (Chikhli)ના આર્મી મેનનું વલસાડ (Valsad) કસ્તુરબા હોસ્પિટલ (Kasturba Hospital)માં લાંબી સારવાર પછી મોત નિપજ્યું હતું.

ચીખલી તાલુકાના મિયાઝરી ગોલવડ ફળીયામાં રહેતા BSF આર્મીમાં રીટાયર્ડ થઈ દમણની એક કંપનીમાં સિક્યુરિટી ગાર્ડમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવી રહેલા ગુલાબ સોનુભાઈ ગાયકવાડ ઉ.વ. 52 ગત 15 જૂનના રોજ ચીખલીથી દમણ નોકરીએ જઈ રહ્યા હતા.

આ દરમિયાન તેમની બાઈકને પારડી ચંદ્રપુર હાઇવે પર પાછળથી ટ્રક નંબર GJ-15- T-1840 ના ચાલકે જોરદાર ટક્કર મારતા બાઈક ટ્રક નીચે આવી ગઈ હતી અને ગુલાબ ભાઇને ગંભીર ઇજા થવાને કારને તેમને સારવાર અર્થે વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન 8 દિવસની સારવાર પછી આર્મી મેનનું મોત નિપજ્યુ હતું. રિટાયર્ડ આર્મી મેનના મોતથી પરિવાર તેમજ સગાસંબધીમાં શોકની લાગણી ફરી વળી હતી. હાલ પારડી પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ કરાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આર્મી મેનનું ટ્રક અડફેટે મોત થતા પરિવાર સહીત ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી

આ પણ વાંચો –

Subscribe

Latest stories