જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી છે. ભૂકંપની સાથે સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. ભૂકંપના આ આંચકા જાપાનના ક્યુશુ અને શિકોકુ ટાપુઓ પર અનુભવાયા હતા. ભૂકંપની સાથે જ જાપાનના મિયાઝાકી, કોચી, ઈહિમે, કાગોશિમા અને આઈતા સહિતના અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. ક્યુશુના મિયાઝાકીમાં સમુદ્રના 20 સેમી ઊંચા મોજાઓ ઉછળતા જોવા મળ્યા હતા.
ગુરુવારે દક્ષિણ જાપાનમાં ફરી 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. અનેક શહેરોમાં તેના આંચકા અનુભવાયા છે. ભૂકંપ બાદ જાપાને સુનામીની ચેતવણી જાહેર કરી છે. સુનામી 07:50 GMT વાગ્યે દક્ષિણ જાપાનમાં ત્રાટકે તેવી ધારણા છે. જાપાનના હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.1 માપવામાં આવી છે.
આ ભૂકંપના આંચકા જાપાનના મિયાઝાકી વિસ્તારમાં અનુભવાયા હતા. જોરદાર ભૂકંપના કારણે સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. જાપાનના દરિયાકાંઠાના વિસ્તારો, ખાસ કરીને મિયાઝાકી, કોચી, ઈહિમે, કાગોશિમા અને આઈતા માટે સુનામી એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :-