The urge to go abroad is not expensive
એજન્ટની લોભામણી લાલચમાં આવીને દુબઇ જતા લોકો સાવધાન દુબઈના શારજાહમાં વડોદરા અને આણંદના 6 ગુજરાતીઓ ફસાયા છે.મહત્વનું છે કે, યુવાનો એજન્ટ થકી રોજગારી મેળવવા દુબઈ ગયા હતા. જ્યાં હાલ 5 યુવકો અને 1 મહિલાનું શોષણ થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, નોકરી અપાવવાના બહાને એજન્ટોએ આ યુવકો પાસે લાખો રૂપિયા પડાવ્યા છે.
એજન્ટ થકી રોજગારી મેળવવા દુબઇ ગયા હતા યુવકો :
એજન્ટની લોભામણી લાલચમાં આવી વિદેશ જતા લોકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. દુબઇના શાહજહાંમાં વડોદરા અને આણંદના યુવકો ફસાયા છે. દુબઇના શાહજહાંમાં 6 ગુજરાતીઓ ફસાયા છે. આ તમામ યુવાનો એજન્ટ થકી રોજગારી મેળવવા દુબઇ ગયા હતા. જો કે રોજગારીના સપના લઈને દુબઈ ગયેલા 5 યુવકો અને એક મહિલાનું શોષણ થઇ રહ્યું હોવાના આરોપ લાગ્યા છે.
દુબઇમાં ફસાયેલા લોકોએ સરકાર પાસે માંગી મદદ :
આમ નોકરી અપાવવાના બહાને એજન્ટોએ તેમની પાસેથી લાખો રૂપિયા લીધા હોવાની વાત સામે આવી છે. હાલ પાંચેય યુવક અને એક મહિલાની દયનિય સ્થિતિ હોવાની વાત સામે આવી છે. દુબઇમાં ફસાયેલ યુવકો તેમજ યુવતીએ યુએઈ અને ભારત સરકાર પાસે મદદ માગી છે. વિડીયો રેકોર્ડિંગ કરી આજીજી કરી મદદ માગી છે અને એજન્ટ ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે. બીજી તરફ વડોદરા અને આણંદના યુવકો દુબઈમાં ફસાતાં તેમના પરિવાર ચિંતિત થવા પામ્યા છે.
ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો
The urge to go abroad is not expensive