મુંબઇ એક્સપ્રેસ હાઇવે પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ટ્રેક્ટર સાથે ટકરાઇ ગઇ છે. આ અકસ્માતમાં મૃતકોની સંખ્યા ચારથી વધીને પાંચ થઇ ગઇ છે. તો બીજી તરફ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને નજીકની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ડોમ્બિવલીના કેસર ગામથી પંઢરપુર જઈ રહી હતી. આ દરમિયાન પનવેલ નજીક મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર બસની સામે એક ટ્રેક્ટર અચાનક આવી જતાં ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. અને બસ ટ્રેક્ટર સાથે અથડાઈને ૨૦ ફૂટ ખાડામાં પડી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોના ટુકડા થઈ ગયા હતા.
આ કરૂણ અકસ્માતમાં ૫ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં બસમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકો અને ટ્રેક્ટરમાં બેઠેલા બે લોકોનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ ત્રણ કલાક સુધી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. મુંબઈ-લોનાવલા લેન પર વાહનોની અવરજવર લાંબા સમય સુધી ખોરવાઈ ગઈ હતી. બસને ક્રેનની મદદથી હટાવી વહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.
રોડ અકસ્માત વિશે જાણકારી અપાતાં પહેલાં નવી મુંબઇ પોલીસી ડીસીપી પંકજ દહાણેએ જાણકારી આપતાં જણાવ્યું હતું કે મુંબઇ એક્સપ્રેસ હાઇવે નજીક એક બસ ટ્રેકટર સાથે અથડાઇ જતાં ખીણમાં ખાબકી ગઇ હતી જેમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકોને ઇજા પહોંચી છે. પરંતુ મૃતકોની સંખ્યા વધી ગઇ છે. તમામ ઇજાગ્રસ્તોને નજીકના એમજીએમ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેમણે આગળ કહ્યું કે શ્રદ્ધાળુંઓથી ભરેલી બસ ડોંબિવલીના કેસર ગામથી પંઢરપુર જઇ રહી હતી.
આ પણ વાંચો :-