HomeNationalબિહારના ઢાકામાં મકાન ધરાશાયી થતા ૪ લોકોના મોત

બિહારના ઢાકામાં મકાન ધરાશાયી થતા ૪ લોકોના મોત

Date:

Related stories

યુટ્યુબર ધ્રુવ રાઠી સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર, 2018ના માનહાનિ કેસમાં દિલ્હી કોર્ટનો મોટો નિર્ણય

દિલ્હી: જાણીતા યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ધ્રુવ રાઠી...

સુરત એરપોર્ટ પર શરૂ થયાના 8 મહિનામાં જ ‘ઉડાન યાત્રી કેફે’ બંધ, આ કારણે કરવામાં આવ્યું બંધ !

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોને સસ્તા ભાવે ચા-નાસ્તો અને...

બિસ્લેરીના પાણીના સેમ્પલ ટેસ્ટમાં ફેલ, FSSAIની કડક કાર્યવાહી; 5 કંપનીઓ સામે કાનૂની પગલાં

દેશની જાણીતી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર કંપની બિસ્લેરી ઇન્ટરનેશનલની મુશ્કેલી...
spot_img

બિહારમાં ધડાધડ બ્રિજ ધસવાની ઘટના બાદ હવે એક મકાન ધરાશાયી થઈ ગયુ છે. પૂર્વ ચંપારણના ઢાકા પોલીસ સ્ટેશન વિસ્તારના લહાન ઢાકામાં આજે એક ભીષણ દુર્ઘટનામાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. એક નિર્માણાધીન મકાનનું શટર ખોલતી વખતે અચાનક ધસી પડેલા કાટમાળ નીચે આ તમામ લોકો દટાઈ ગયા હતા. જ્યારે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે તેમને તાત્કાલિક તબીબી સહાય મળી ન હતી અને ત્યાં તેમને મૃત જાહેર કરવાની માત્ર ઔપચારિકતા જ થઈ હતી. આ ઘટના અને ત્યારબાદ હોસ્પિટલમાં સારવારના અભાવે લોકોમાં હોબાળો મચી ગયો છે.

A house collapsed in Godra area of Jetpur, a girl died | Rajkot: જેતપુરમાં મકાન ધરાશાયી થતા 8 લોકો દટાયા, બે બાળકી સહિત ત્રણના મોત

આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ ઢાકા-મોતિહારી રોડ જામ કરી દીધો છે અને ખૂબ હંગામો મચાવ્યો છે. લોકોનું કહેવું છે કે, ઢાકા સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં એક પણ ડોક્ટર હાજર નથી. અમે ઘાયલ મજૂરોને લઈને હોસ્પિટલ પહોંચ્યા પરંતુ અહીં ડોક્ટર હાજર ન હોવાના કારણે તેમની સમયસર સારવાર ન થઈ શકી. આ કારણે મજૂરોના મોત થઈ ગયા. લોકોએ કહ્યું કહ્યું કે, બિહાર સરકાર આ મામલાને ગંભીરતાથી લે અને તાત્કાલિક તેનું સમાધાન કરે. આ સાથે જ મૃતકોના પરિવારજનોને યોગ્ય સહાયતા આપવામાં આવે.

બીજી તરફ ઘટનાની સૂચના મળતા જ ઢાકા પોલીસ BDO, SDO, SDPO અને પોલીસ સ્ટેશનના વડા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ તમામ અધિકારીઓ લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીઓએ યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન પણ આપ્યું પરંતુ લોકોએ તેમની એક વાત ન સાંભળી. હાલમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. વરિષ્ઠ અધિકારીના આદેશ પર પૂરતી સંખ્યામાં પોલીસ દળ તહેનાત કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories