Saturday, Sep 13, 2025

Honeymoon માટે એકલી જ નીકળી 37 વર્ષની સિંગલ મહિલા, પાર્ટનર માટે રાખી છે આ ખાસ શરત !

3 Min Read
37-year-old single woman went alone
  • Solo Honeymoon : આ સ્ટોરી એટલા માટે પણ ખાસ છે કારણ કે એવું માનવામાં આવે છે કે માત્ર કપલ્સ જ Honeymoon માટે જઈ શકે છે. એકલી વ્યક્તિ હનીમૂન પર જઈ શકતી નથી. પરંતુ મહિલાની આ વાર્તા ખૂબ જ ફિલ્મી છે અને તે એકલી હનીમૂન પર નીકળી છે.

Honeymoon કોઈપણ કપલ માટે ખૂબ જ યાદગાર હોય છે. તેમની યાદો જીવનભર સાચવવા માંગે છે. પરંતુ વિચારો કે જો કોઈ એકલી વ્યક્તિ Honeymoon પર જાય છે તો તે કદાચ ખૂબ જ અનોખો કિસ્સો હશે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક 37 વર્ષીય સિંગલ સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર હનીમૂન (Influencer honeymoon) પર નીકળતાં હંગામો મચ્યો છે. તેણે જણાવ્યું છે કે તે કેવા પાર્ટનરની શોધમાં છે.

હકીકતમાં યુરોપની સોશિયલ મીડિયા ઈન્ફ્લુન્સર બ્રિટ્ટેની એલીન તાજેતરમાં ચર્ચામાં ત્યારે આવી જ્યારે તેણે એકલા હનીમૂન પર જવાનું નક્કી કર્યું. તે ફ્રાંસ અને ઈટાલીમાં તેના ડ્રીમ વેકેશન પર ગઈ હતી. મીડિયાના અહેવાલો અનુસાર તેના માતા-પિતા સપોર્ટિવ છે અને તેઓએ તેના પર ક્યારે લગ્ન કરવા અને ક્યારે ઘર વસાવી લેવાનું દબાણ નથી કર્યું.

તે કહે છે કે તેના પરિવારે તેને જીવન ખુલ્લી રીતે જીવવાની પ્રેરણા આપી છે. તેઓ એમ પણ કહે છે કે તેને એવો જીવનસાથી જોઈએ છે જે તેના પરિવારની જેમ વિચારે અને સ્વતંત્ર હોય.

જોકે એકવાર તે ચોક્કસપણે રિલેશનશિપમાં રહી છે જ્યારે 20 વર્ષની ઉંમરે તે સ્કૂલમાં એક છોકરા સાથે પ્રેમમાં પડી હતી. પરંતુ પછીના કેટલાક વર્ષોમાં તેનું તેની સાથે બ્રેકઅપ થઈ ગયું. આ ઘટના બાદ તેણે વિચાર્યું કે તે પાર્ટનર વગર પણ હનીમૂન પર જઈ શકે છે.

આ બહાને તે ઓછામાં ઓછા એવા ઘણા સ્થળોની મુલાકાત લઈ શકે છે જ્યાં જવાનું તેનું સ્વપ્ન છે. હવે 37 વર્ષની ઉંમરે તેણીને સમજાયું છે કે તેણી શેની રાહ જોઈ રહી છે. હાલમાં તે સિંગલ છે અને ફરતી રહે છે.તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર દરરોજ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે કહે છે કે તે તેના જીવનસાથીની રાહ જોઈ રહી છે પરંતુ તેમ છતાં તેને કોઈ ઉતાવળ નથી.

આ પણ વાંચો :-

Share This Article