જમ્મુ-કાશ્મીરમાં બુધવારે વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આજે પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તી સહિત 219 ઉમેદવારો 24 બેઠકો માટે મેદાનમાં છે. PM મોદીએ સોશિયલ મીડિયા પર જમ્મુ-કાશ્મીરના લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે. આજે બુધવારે જમ્મુ-કાશ્મીરના 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી ચાલી રહી છે. 24 બેઠકો પર 90 અપક્ષ સહિત 219 ઉમેદવારો માટે 23 લાખથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. વિસ્થાપિત કાશ્મીરી પંડિતો દક્ષિણ કાશ્મીરના અનંતનાગ, પુલવામા, શોપિયાં અને કુલગામ જિલ્લાના 16 વિધાનસભા મતવિસ્તારોમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
જમ્મુ-કાશ્મીર ચૂંટણીના પ્રથમ તબક્કામાં જોરદાર મતદાન જોવા મળ્યું છે. સવારે 11 વાગ્યા સુધીના આંકડા દર્શાવે છે કે 26.11 ટકા મતદાન થયું છે. જાણો અહીં દરેક જિલ્લાની સ્થિતિ
- અનંતનાગ- 25.55%
- ડોડા- 32.20%
- કિશ્વર-32.69%
- કુલગામ- 25.95%
- પુલવામા- 20.37%
- રામબન- 31.25%
- શોપિયાં- 25.96%
કાશ્મીરના અગ્રણી ઉમેદવારોમાં – ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી-માર્કસિસ્ટ (CPI-M) ના મોહમ્મદ યુસુફ તારીગામી સતત પાંચમી વખત કુલગ્રામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમના સિવાય કોંગ્રેસ પાર્ટીના ગુલામ અહેમદ મીર ત્રીજી વખત દુરુથી ચૂંટણી લડી રહ્યા છે જ્યારે નેશનલ કોન્ફરન્સ (NC)ના સકીના ઇતુ દમહલ હાજીપોરાથી ચૂંટણી લડી રહ્યા છે.
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના સરતાજ મદની (દેવસર) અને અબ્દુલ રહેમાન વીરી (શાંગાસ-અનંતનાગ) પણ અગ્રણી ઉમેદવારોમાં સામેલ છે. બિજબેહરા વિધાનસભા બેઠક પરથી PDPની ઇલ્તિજા મુફ્તી નેશનલ કોન્ફરન્સના બશીર અહેમદ વીરી અને ભાજપના સોફી મોહમ્મદ યુસુફ સામે ચૂંટણી લડી રહી છે. પીડીપીના વાહીદ પારા પુલવામા સીટથી ચૂંટણી લડી રહ્યા છે. તે આતંકવાદના કેસમાં આરોપી છે. તેમને પાર્ટીના ભૂતપૂર્વ સાથીદાર અને NC ઉમેદવાર મોહમ્મદ ખલીલ તરફથી સખત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રતિબંધિત જમાત-એ-ઇસ્લામીના ભૂતપૂર્વ સભ્ય તલત મજીદ અલીના મેદાનમાં પ્રવેશ સાથે સ્પર્ધા રસપ્રદ બની છે.
આ પણ વાંચો :-