Tuesday, Jun 17, 2025

રાજસ્થાનના બનાસ નદીમાં નહાવા પડેલા 11 બાળકો ડૂબ્યા, 8 લોકોના મોત, 3 લાપતા

2 Min Read

રાજસ્થાનના ટોંક જિલ્લામાં બનાસ નદીમાં નહાતી વખતે મંગળવારે આઠ યુવાનો ડૂબી ગયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. અન્ય ત્રણ યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમની હાલત સ્થિર હોવાનું ટોંકના પોલીસ અધિક્ષક વિકાસ સાંગવાને જણાવ્યું હતું.

રાજસ્થાનના ટોંક જિલ્લામાં બનાસ નદીમાં નાહી રહેલા 11 બાળકો પાણીના પ્રવાહમાં ખેંચાતા 8 બાળકોના મોત થયા છે. 3 યુવાનોની શોધખોળ હજુ ચાલુ છે. સ્થાનિક તરવૈયા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની મદદથી નદીમાં શોધખોળ ચાલી રહી છે. વહીવટીતંત્રે નદીની નજીક રહેતા લોકોને સાવધાની રાખવા અપીલ કરી છે. પ્રશાસને લોકોને સૂચના આપી છે કે જરૂરી કામ વિના કોઈ પણ વ્યક્તિ નદી કિનારે ના જાય. આ દુર્ઘટનાને કારણે વિસ્તારમાં શોક અને તણાવનું વાતાવરણ છે.

ટોંકના પોલીસ અધિક્ષક વિકાસ સાંગવાને જણાવ્યું હતું કે 25-30 વર્ષની વયના 11 પુરુષોનું એક જૂથ નહાવા માટે નદીમાં ઉતર્યું હતું ત્યારે તેઓ ઊંડા પાણીમાં લપસી ગયા હતા. તેમને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ આઠ લોકોને મૃત જાહેર કર્યા હતા,” તેમણે જણાવ્યું હતું.

રવિવારે ઉદયપુરના એક ગામના તળાવમાં ભેંસ શોધતી વખતે ત્રણ ભાઈ-બહેનો ડૂબી ગયા. આ ઘટના ઉદયપુરના ખેરવાડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લારઠી ગામમાં બની હતી. મૃતકોની ઓળખ નિરમા મીના (15), ખુશ્બુ મીના (12) અને કલ્પેશ મીના (10) તરીકે થઈ છે. નિરમા ધોરણ 10 માંની વિદ્યાર્થીની હતી, તેની બહેન ખુબુ અને ભાઈ કલ્પેશ અનુક્રમે ધોરણ 7 અને 6 માં હતા.

Share This Article