Saturday, Sep 13, 2025

૩ વર્ષમાં ૧ લાખના થઈ ગયા ૪૬ લાખ, રોકાણકારોના ઘરે ઘનના ઢગલા…

2 Min Read
  • દેશની અગ્રણી રેલવે બાંધકામ કંપનીઓમાંની એક કંપની K&R રેલ એન્જિનિયરિંગના શેરમાં જોરદાર ઉછાળો આવતા રોકાણકારોને અકલ્પનિય નફો મળ્યો છે.

શેર માર્કેટમાં એવા કેટલાય શેર હશે જેને જબરુ વળતર આપી રોકાણકારોને રાતોરાત રાજીના રેડ કરી દીધા હોય! આવા શેરોએ રોકાણકારોને અનેક ગણું વળતર આપ્યું હોવાથી આવા શેરમાં રોકાણકારો પૈસાનું રોકાણ કરીને અમીર બની ગ્યાના પણ દાખવા છે.

આવો જ એક શેર દેશની અગ્રણી રેલવે બાંધકામ કંપનીઓમાંની એક K&R રેલ એન્જિનિયરિંગનો છે. જેને રોકાણકારોને ખૂબ વળતર આપ્યું છે.

કંપનીનું માર્કેટ કેપ આશરે રૂ. ૧,૩૪૬.૩૧ કરોડ સુધી

K&R રેલ એન્જિનિયરિંગના આ શેરે છેલ્લા ૩ વર્ષમાં રોકાણકારોને લગભગ ૪,૫૧૪.૩૭ ટકાનું જોરદાર વળતર આપ્યું છે. ૭ સપ્ટેમ્બરના રોજ K&R રેલ એન્જિનિયરિંગનો શેર નવી ઓલ-ટાઈમ હાઈની ઊંચાઈને પહોંચી ગયો હતો. જે ૪ ટકા વધીને રૂ.૭૦૦ થતાની સાથે જ કંપનીનું માર્કેટ કેપ આશરે રૂ.૧,૩૪૬.૩૧ કરોડ સુધી પહોંચી ગયું છે.

૧ લાખના સીધા ૪૫ લાખ :

ખાસ વાત તો એ છે કે રોકાણકારોને માત્ર ૧ લાખના રોકાણ પર ૪૫ લાખ જેટલો જંગી લાભ મળ્યો છે. કંપનીના શેર લગભગ સાડા ત્રણ વર્ષ પહેલા ૨૦ માર્ચ ૨૦૨૦ના રોજ ૧૫.૧૭ રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા. જે માત્ર ટૂંકા ગાળામાં આજે વધીને લગભગ ૭૦૦ રૂપિયા થઈ ગયા છે.

જો કોઈ રોકાણકારે ૨૦ માર્ચ ૨૦૨૦ ના રોજ આ શેરમાં રૂ. ૧ લાખનું રોકાણ કર્યું હોત અને શેર અકબંધ રાખ્યા છે..તેઓને રૂ. ૧ લાખનું મૂલ્ય ૪,૫૧૪.૩૭ ટકા વધીને રૂ. ૪૬ લાખથી વધુ થયું હોત અને તેને લગભગ રૂ. ૪૫ લાખ. રૂ.નો તગડો નફો થયો છે.

આ પણ વાંચો :-

 

Share This Article