Saturday, Nov 1, 2025

મનપસંદ જીમખાનામાં રેડ બાદ અમદાવાદમાં પોલીસ કમિશ્નરે ૧૦ PI અને ૫૬ PSIની બદલી

1 Min Read

ગુજરાતમાં ગત જુલાઈ મહિનામાં ગૃહવિભાગમાં પોલીસની બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો હતો. જેમાં પોલીસ વિભાગમાં બિન હથિયારધારી ૬૩ PSI અને ૨૨ PIની બદલીના આદેશ થતાં પોલીસ વિભાગમાં અનેક પોલીસ કર્મીઓને ઝટકો લાગ્યો હતો. ત્યારે હવે અમદાવાદમાં પોલીસ કમિશ્નરે ૫૬ PSIની બદલીનો આદેશ કરતાં પોલીસ બેડામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પોલીસ કમિશ્નરના હૂકમમાં જણાવ્યું છે કે, વહિવટી કારણોસર કરવામાં આવેલી બદલીઓને ધ્યાને રાખીને જે તે અધિકારીએ તાત્કાલિક પોતાના બદલીના સ્થળે હાજર થઈને રીપોર્ટ કરવાનો રહેશે. શહેરમાં અચાનક બદલીનો ઓર્ડર થતાં પોલીસ કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

અમદાવાદ શહેરમાં મનપસંદ જિમ ખાનામાં રેડ પછી દરિયાપુરના PIની પણ બદલી કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચના ૩ પીઆઇની પણ બદલી કરવામાં આવી છે. ખોખરા, EOW અને SOGના PIની પણ બદલી કરવામાં આવી છે. દરિયાપુરના મનપસંદ જીમખાનામાં ક્રાઇમ બ્રાન્ચે રેડ કરીને ૨૭ જુગારીઓને પકડ્યા હતા. મનપસંદ જીમખાનાનની આડમાં જુગાર અડ્ડો ચલાવનારા ગોવિંદ ઉર્ફે ગામના પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા પણ સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરીને ૧૮૦ જેટલા જુગારીઓને લાખોના મુદ્દામાલ સાથે પકડ્યા હતા. અત્યાર સુધી 10થી વધારે વખત મનપસંદ જીમખાનામાં દરોડા પડી ચુક્યા છે.

આ પણ વાંચો :-

Share This Article